એ પછી ક્યારેય આંચકી આવી નથી…
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/fever-1024x683.jpg)
પ્રતિકાત્મક
વર્ષાઋતુનો પ્રારંભ હતો એટલે વાતદુષ્ટિ તો હોય જ અને તેમાં તે વર્ષે જાંબુનું ઉત્પાદન વધારે થયેલું. વાયુ ઉત્પન્ન કરનાર દ્રવ્યોમાં જાંબુ સર્વશ્રેષ્ઠ છે. એ સૂત્ર પ્રમાણે કબજિયાતની અવસ્થામાં ઈશ્વરભાઈનો નાનો પાંચ વર્ષનો દીકરો રોહિત જાંબુ સેવનના કારણે અપાનવાયુ દુષ્ટ થયો. અપાને સમાન, ઉદાન અને પ્રાણને પણ કોપાવ્યા, આફરો, શૂલ, જ્વર વ્યક્ત થયા બાદ રાત્રે બાર વાગ્યે વાતપિત્તનઃ દોષપ્રકોપ કાળે આંચકી શરૂ થઈ ! આંચકીનો હુમલો ઉગ્ર હતો.
તેથી આયુર્વેદનાં કોઈપણ જગ્યાએ પ્રકાશિત તતાં કોઈ પણ લખાણોને રોગીએ સીધાં ઉપયોગમાં લેવાં જાઈએ નહીં. પોતાને પરિચિત એવા તજજ્ઞ અને માન્ય વૈદ્યની દેખરેખ નીચે જ ઉપચાર ક્રમ યોજવો જાઈએ. ઘરગથ્થુ અને કેટલાંક ડોક્ટરી ઉપચાર થવા છતાં રોગ પર કાબુ ન આવી શક્યો ત્યારે મને જગાડવામાં આવ્યો ! સદભાગ્યે સાંજે દવાખાનું આટોપતી વખતે બેચાર બાટલીઓ વ્યવસ્થિત ગોઠવવા નિમિત્તે લક્ષ્મીનારાયણ રસ ઉપર હાથ ગયેલો અને તેનો ઉપયોગ પણ તે જ વખતે વાંચી લીધેલો. સૂચિપત્ર પ્રમાણે આંચકીનું એ અદ્વિતીય ઔષધ હતું.
મને જગાડનાર પગીને મેં દવાખાનાની ચાવી આપું કહ્યું. હું બેસું છું તેની જમણી બાજુના ગોદરેજ કબાટને ખોલી, નીચેના ખાનામાં જમણી બાજુ સૌથી છેલ્લી બાટલી છે તે દોડતા દોડતાં લઈ આવો. એ ઔષધ તરફ દોડ્યા, હું દરદી તરફ દોડ્યો. જઈને જાયું તો રોહિતના દેહ પર ચાર-પાંચ ડિગ્રી જેટલો તાવ હતો. આંચકીમાં શરીર આંખુ ખેંચાઈ રહ્યું હતું. પરિચારકોની આંખો ભીની હતી ! બે મિનિટમાં મધુ નિરીક્ષણ કરી મેં એરંડિયુ માંગ્યુ. તેનું એક ટીપુ નાકમાં ચડાવ્યું. માથે, પગે અને પેટે તેનું માલિશ શરૂ કરાવી દીધું.
દરદીનો શ્વાસ સહેજ સ્વસ્થ થયો. પવનછૂટ થઈ, પેટ સહેજ પોચું પડેલું લાગ્યું. ત્યાં તો ઔષધ આવી ગયું. લક્ષ્મીનારાયણ રસની રતીની ૧ ગોળી મધમાં કાલવી, ચમચીમાં થોડા પાણી સાથે મેળવી પિવરાવી દીધી. પિવરાવવાની સાથે જ બે-ત્રણ મિનિટમાં દર્દીએ આંખો ખોલી, આંચકીનો હુમલો પોતાનો કબજા છોડી રહ્યો હતો પછી તો પ્રકુપિત વાયુને શાંત કરવા, તાવ ઓછો થતાંની સાથે જ. થોડો સ્નિગ્ધ શેક પણ કર્યાે. ફરી નસ્ય આપ્યું. માથે અને પગના તળિયે ગરમ દિવેલ પંદર-વીસ મિનિટ ઘસ્યા કર્યું. ફરીને ઔષધ આપ્યું.
અર્ધી કલાકમાં તે પા પા કલાકે ઉત્તરોઉત્તર બળવાન હુમલા સાથેની આંચકીનું સંશમન થઈ ગયું ! રોહિતે ગરમ ગરમ ઉકાળો પણ પીધો અને મારી સાથે વાતો પણ કરી એક માસ સુધી હરડે અથવા એરંડિયાનું સેવન કરવાથી અને વર્ષામાં જાંબુ ન ખવરાવવાના પથ્યાચરણથી એને એ પછી ક્યારેય આંચકી આવી નથી. પછી તો આંચકીના કેટલાય કેસમાં આ લક્ષ્મીનારાયણરસે ધાર્યુ કામ આપેલું. બે-ચાર વખત એના અભાવે કેવળ શુદ્ધ ટંકણક્ષાર પણ સફળતા અપાવી શકેલો. અને બે વખત તો એ બંનેના અભાવે ગ્રામ્ય કેસોમાં પીપળાની વડવાઈ. એથી પણ વધારે ચમત્કાર બતાવી ગયેલી ! માત્ર સ્વ.પિતા આ પીપળાની વડવાઈ દ્વારા પ્રતિવર્ષ એકાદ બાળકને તો આંચકીજન્ય મૃત્યુના મુખમાંથી બચાવતાં. છેલ્લાં બેએક વર્ષથી હું નીચેના ક્રમથી સો ટકા સફળતા મેળવું છે.
આફરી હોય તો સૌ પ્રથમ એરંડતેલની પિચકારી આપું છું. જેથી મળશુદ્ધિ થઈ વાયુની પ્રતિલોમ ગતિ અનુલોમમાં ફેરવાઈ જાય છે કાં તો હળવી પડી જાય છે. લક્ષ્મીનારાયણ રસ ૧-૧ રતી (૧-૮ ગ્રામ) મધ સાથે, અશ્વગંધારિષ્ટ સાથે કે અભયારિષ્ટ સાથે એક એક કલાકે બે વખત આપું છું. પેટ પર દિવેલ સાથે હિંગનો ગરમ લેપ કરાવું છું અને તાળવે અને પગનાં તળિયે દિવેલની માલિશ કરાવું છું. આંચકી પછીના ૧૨ કલાક સુધી પ્રાયઃ ખોરાક, દૂધ કે ધાવણ તદ્દન બંધ કરાવું છે. તે મળને સરકાવનાર, કફ અને વાયનું જીતનાર, અતી ઉષ્ણ, તીક્ષ્ણ, માંદ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર તથા બદ્ધી અને સ્મૃતિ આપનારું, વધારનાર છે. બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. તેને માલકાકણીનાં તેલ કહે છે.
બેથી પાંચ ટીપાં તેલ આમાશયના ઉગ્ર રોગોમાં ફાયદો કરે છે. તથા બદ્ધી અને સ્મૃતિમાં વધારો કરે છે. આ તેલ માલીશમાં અને પીવામાં પણ વપરાય છે. માલકાંકણીનાં તેલ જલોદરમાં અને વાયુના રોગોમાં સારું પરિણામ આપે છે. માલકાંકણી વાયુના રોગો, ઉદરના રોગો, સોજા, મુત્રાવરોધ, મંદબુદ્ધિમાં વપરાય છે. એનાં બીજ બુદ્ધિવધવક તથા વાયુના રોગોનો નાશ કરનાર હોવાથી એને ચડતી માત્રામાં રોજ ગળવામાં આવે છે. ૧ બીજથી શરૂઆત કરી રોજ ૧ બીજ વધારતાં જવાં ૩૦માં દીવસે ૩૦ બીજ ગળ્યા પછી રોજ ૧ બીજ ઘટાડતા જવાં એનાથી મંદ બુદ્ધિ અને યાદશક્તિવાળા નેસારો એવો ફાયદો થાય છે. જળોદરના દર્દીને ૨૫થી ૩૦ ટીપાં માલકાંકણીનું તેલ આપવાથી મુત્ર ખૂબ છૂટથી થાય છે અને સોજા ઉતરે છે. પેટમાં ભરાયેલાં પાણી નીકળી જાય છે. આ તેલ પરસેવો વધારનાર છે. ૫થી ૧૫ ટીપાં દૂધમાં લેવાથી પરસેવો ખૂબ જ થાય છે અને સોજા ઉતરે છે. માલકાંકણીનો પ્રયોગ આયુર્વેદમાં જ્યોતીસમતીના નામથી ઓળખાય છે તેના ટીપાંનો પ્રયોગ વૈદની દેખરેખ હેઠળ કરવાથી વાઈ મટાડી શકાય છે. – શ્રી રામ વૈદ્ય ૯૮૨૫૦૦૯૨૪૧