Western Times News

Gujarati News

‘ઐતરાઝ ૨’ બનશે, પણ પ્રિયંકા ચોપરા કે અક્ષય કુમાર નહીં હોય

નવા ચહેરાં સાથે ફિલ્મ બનાવવાની સુભાષ ઘાઈની ઈચ્છા

સુભાષ ઘાઈએ થોડાં વખત પહેલાં તેમની ૨૦૦૦ના સમયની યાદગાર ફિલ્મ ‘ઐતરાઝ’ની સિક્વલ અંગે જાહેરાત કરી હતી

મુંબઈ,
સુભાષ ઘાઈએ થોડાં વખત પહેલાં તેમની ૨૦૦૦ના સમયની યાદગાર ફિલ્મ ‘ઐતરાઝ’ની સિક્વલ અંગે જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં પ્રિયંકાએ નેગેટિવ રોલ કર્યાે હતો, જેની ઘણી સરાહના થઈ હતી. ‘ઐતરાઝ ૨’માં નવી પેઢીની સ્ટોરી સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા હોવાથી સુભાષ ઘાઈએ નવા ચહેરાંઓને તક આપવાનો ઈરાદો જાહેર કર્યાે છે.ફિલ્મની સ્ટોરી ફાઈનલ થયા પછી સુભાષ ઘાઈ દ્વારા કાસ્ટની જાહેરાત પણ થશે. જો કે સીક્વલમાં પ્રિયંકા ચોપરા કે અક્ષય કુમારને તક મળે તેવી શક્યતા નહીવત થઈ છે.

સુભાષ ઘાઈએ જણાવ્યું, “અમારું પણ એક બંધારણ હોય છે. તેના આધારે અમે વિચારીએ છીએ કે જે-તે રોલને કોણ સૌથી સારો ન્યાય આપી શકશે. ઘણી વખત એવું બન્યું છે કે મેં કલાકારોના ઘેર-ઘેર જઇને તેમને મારી ફિલ્મમાં રોલ કરવા માટે રિક્વેસ્ટ કરી છે. એવા ઘણા લોકો હતા અને ઘણાને મેં ચાન્સ આપ્યો છે.”ત્યાર પછી તેમણે એમ પણ કહ્યું કે પ્રિયંકા કે સિમિ ગરેવાલ ‘ઐતરાઝ’ કે ‘કર્ઝ’ કરવા માટે તૈયાર નહોતા. સિમિ ગરેવાલને કર્ઝમાં કામ નહોતું કરવું. પ્રિયંકા ઐતરાઝ કરવા નાગતી નહોતી.

મેં એમને બહુ મનાવ્યા. કારણ કે મને લાગતુ હતું કે એ કલાકારો એ રોલ માટે પરફેક્ટ હતાં. કાજોલને ૧૯૯૭માં નેગેટિવ રોલ માટે એવોર્ડ મળ્યા પછી આ રોલમાં એવોર્ડ મેળવનારી પ્રિયંકા બીજી એક્ટ્રેસ બની ગઈ હતી અને તેનો અભિનય ખૂબ વખણાયો હતો. હવે ઐતરાઝના ૨૦ વર્ષ પછી સુભાષ ઘાઈ તેની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. આ અંગે તેમણે કહ્યું, “ઐતરાઝ બની એને ૨૦ વર્ષ થઈ ગયા. તો હવે અમારે અત્યારના અને આજની જનરેશનના કલાકારો સાથે બનાવવી પડશે. હવે ત્રણ ચાર મહિનામાં સ્ટોરી અને કાસ્ટ નક્કી થઈ જશે. પછી અમે તેની જાહેરાત કરીશું.” આ ઉપરાંત સુભાષ ઘાઈ ખલનાયક ૨ પણ બનાવી રહ્યા હોવાની ચર્ચા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.