Western Times News

Gujarati News

ઐશ્વર્યાએ સ્ટ્રીટ હરેસમેન્ટ અંગે વીડિયો પોસ્ટ કર્યાે

એક કોસ્મટીક બ્રાન્ડના કૅમ્પેઇનના ભાગરૂપે તેણે આ વીડિયો શેર કર્યાે હતો,ઐશ્વર્યા તેની બ્રાન્ડ એમ્બેસેડર છે

ડિવોર્સની અટકળો વચ્ચે ઐશ્વર્યાએ કહ્યું, સમસ્યા સામે આંખ મિલાવીને જુઓ

મુંબઈ,ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે હતો. જેમાં તેણે સ્ટ્રીટ હેરેસમેન્ટ અને તેનો સામનો કઈ રીતે કરવો તે અંગે વાત કરી હતી. એક કોસ્મટીક બ્રાન્ડના કૅમ્પેઇનના ભાગરૂપે તેણે આ વીડિયો શેર કર્યાે હતો. ઐશ્વર્યા તેની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ વીડિયોમાં ઐશ્વર્યાએ કહ્યું,“ગલીઓમાં થતી સતામણી. તેનો સામનો કઈ રીતે કરશો? તેમની સામે નજર મિલાવવાનું ટાળશો? ના. સમસ્યાની આંખમાં આંખ મિલાવીને જુઓ. તમારું માથું તો ઊંચું જ રાખો. સ્ત્રીઓનું અને સ્ત્રીવાદી. મારું શરીર, મારું મૂલ્ય. તમારા મૂલ્ય સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. તમારી જાત પર ક્યારેય શંકા રાખશો નહીં. તમારા મૂલ્ય માટે ઊભા થાઓ.

તમારા કપડાં કે લિપસ્ટિકને દોશ આપશો નહીં. રસ્તા પર થતી સતામણીમાં તમારો ક્યારેય કોઈ વાંક હોતો નથી.”ઐશ્વર્યાએ આ વીડિયો પોસ્ટ કરતાં કૅપ્મનમાં લખ્યું હતું, “ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેઇન્સ્ટ વીમેન નિમિત્તે લોરિયલ પેરિસ રસ્તાઓ પર થતી સતામણી અંગેની તાલીમ માટે ખડું થશે. આપણા બધાનું મૂલ્ય છે.”આ પોસ્ટ પર ઐશ્વર્યાના ઘણા ફૅન્સ દ્વારા કમેન્ટ કરવામાં આવી હતી. તેમણે ઐશ્વર્યાને પ્રેરણાત્મક અને મજબૂત મહિલા ગણાવી હતી, તો કોઈએ તેને બ્યૂટી વિથ બ્રેઇન કહી હતી.

તો કોઈએ આ બાબતને ગૌરવ અનુભવવા લાયક ગણાવી હતી, કે કોઈ સેલેબ્રિટીએ સાન્ય લોકોને સતાવતી અને સમાજ તેમજ મહિલાઓ માટે ઉપયોગી ઝુંબેશમાં ભાગ લીધો છે. તો કોઈએ તેણે ડિવોર્સની અફવાઓ વચ્ચે પોતાની જાત માટે ખડા થવાની અને પોતાના મૂલ્યોના ભોગે કોઈ સમાધાન ન કરવાની વાત કરી તેને વખાણી હતી.જો ઐશ્વર્યાના કામની વાત કરવામાં આવે તેણે છેલ્લે પોન્નિયન સેલ્વનમાં કામ કર્યું હતું, હવે તેની આગામી ફિલ્મ અંગે કોઈ જાહેરાત થાય તેની ફૅન્સ રાહ જોઈ રહ્યા છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.