ઐશ્વર્યા અને આરાધ્યાએ કોરોનાને હરાવ્યો : હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા
મુંબઇ, કોરોના વાયરસથી સંક્રમિત થયેલી બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને નાણાવટી હોસ્પિટલથી રજા આપવામાં આવી છે, સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા બાદ પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ સંક્રમિત જણાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ મળી આવ્યા હતાં. ત્યાર બાદ 12 જુલાઇનાં દિવસે ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા, બંનેમાં પહેલા આ બિમારીનાં લક્ષણ ન હતાં, એટલા માટે તેમને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા, ત્યાં જ તબિયત બગડતા જ એ બંનેને પણ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અભિષેક બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે, અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે હું અને મારા પિતા (અમિતાભ) હજુ પણ હોસ્પિટલમાં જ છિએ.