ઐશ્વર્યા રાયના મંગળસૂત્રની કિંમત ૪૫ લાખ રૂપિયા
અભિનેત્રી સામંથા અક્કીનેણીના મંગળસૂત્રમાં ડબલ લેયર્ડ બ્લેક બીડેડ ચેઈન છે, જેમાં ડાયમંડ ડ્રોપ પેંડેંટ છે
મુંબઈ: કોઈ પરિણીત મહિલા માટે જાે કોઈ સૌથી ખાસ જ્વેલરી હોય તો તે તેનું મંગળસૂત્ર છે. કારણ કે એ તેના સુહાગની નિશાની છે. આ મામલે બોલીવુડની અભિનેત્રીઓ પણ પાછળ નથી. ઐશ્વર્યા રાયથી લઈને સાઉથની અભિનેત્રી સામંથા અક્કિનેણીનું મંગળસૂત્ર ખુબ જ કિંમતી છે. સોનમ કે આહુજાએ ઉશીતા રાવતાનીએ ડિઝાઈન કરેલું એક અનોખું મંગળસૂત્ર પસંદ કર્યું છે. જેમાં કાળા મોતી અને ત્રણ પેંડેટ સામેલ છે. જેમાંથી બે સોમન અને આનંદની રાશીનું પ્રતિનિધિત્વ કરે છે
વચ્ચે એક હીરાનું પેંડેંટ છે. સામંથા અક્કીનેણીના મંગળસૂત્રમાં ડબલ લેયર્ડ બ્લેક બીડેડ ચેઈન છે. જેમાં ડાયમંડ ડ્રોપ પેંડેંટ છે. પ્રિયંકા ચોપરા જાેનાસનું મંગળસૂત્ર સવ્યસાચીના હેરિટેજ જ્વેલરીનું છે. એમાં સોનાની એક ચેઈન છે. જેમાં ચાર કાળા મણકા છે. અને એક હીરાનું ડ્રોપ શેઈપનું પેંડેટ છે. કાજલ અગ્રવાલનું મંગળસૂત્ર ઘણુખરું દીપિકા પાદુકોણ સાથે મળતું આવે છે.
જેમાં એક નાની બીડેડ ચેઈન અને એક નાનું ડાયમંડ સોલિટેર પેંડેટ છે. બ્લેક બીડેડ દોરો અને નાનાકડા ડાયમંડના પેંડેટ સાથે દીપિકા પાદુકોણનું મંગલસૂત્ર સૌથી સારું છે. તેની કિંમત લગભગ ૨૦ લાખ રૂપિયા છે. અનુષ્કાના મંગળસૂત્રમાં હીરા અને મોતીઓ વચ્ચે એક ફ્લાવરની ડિઝાઈન છે. જણાવવામાં આવ્યું છે કે મંગળસૂત્રની કિંમત લગભગ ૫૨ લાખ રૂપિયા છે. ઐશ્વર્યા રાય બચ્ચનનું મંગળસૂત્ર ૪૫ લાખ રૂપિયાનું જણાવવામાં આવે છે અને તેમાં ડાયમંડ પેંડેટની સાથે બ્લેક બીડેડ નેકપીસ સામેલ છે.