ઐશ્વર્યા શર્માએ નીલ ભટ્ટના નામની મહેંદી મૂકાવી
મુંબઈ, સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા ૩૦ નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાની છે. ૨૮ નવેમ્બરે ઐશ્વર્યા શર્માની મહેંદી સેરેમની યોજાઈ હતી. ઐશ્વર્યાની મહેંદી સેરેમની તેના ઘરે જ યોજાઈ હતી. જેના વિડીયો અને તસવીરો સામે આવ્યા છે.
ઐશ્વર્યા શર્માએ મહેંદી સેરેમની માટે ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો હતો. મહેંદી સેરેમનીમાં ઐશ્વર્યાનો લૂક સિમ્પલ હતો પણ તે ખૂબ જ સુંદર લાગતી હતી. સામે આવેલી તસવીરમાં ઐશ્વર્યાનો પરિવાર પણ તેની સાથે જાેવા મળી રહ્યો છે.
ઐશ્વર્યા શર્માએ મહેંદીની તસવીરો શેર કરતાં લખ્યું, “મહેંદી.” તસવીરોમાં જાેઈ શકો છો કે ઐશ્વર્યાના મિત્રો અને પરિવારે પણ મહેંદી સેરેમનીમાં ગ્રીન રંગના કપડાં પહેર્યા હતા. ઐશ્વર્યાના ઘરે જ મહેંદી સેરેમની યોજાઈ હતી ત્યારે લાઈટિંગ અને ફૂલોના તોરણથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. મહેંદી સેરેમની દરમિયાન ઐશ્વર્યા મસ્તીના મૂડમાં જાેવા મળી હતી.
તેના વિડીયો ઉતારી રહેલી બહેનપણીઓના કેમેરા સામે તે નખરાં કરતી જાેવા મળે છે. જણાવી દઈએ કે, ઐશ્વર્યા પોતાના કો-એક્ટર નીલ ભટ્ટ સાથે જ લગ્ન કરવાની છે. કપલે પ્રી-વેડિંગ વિડીયો પણ શૂટ કર્યો છે. આ રોમેન્ટિક વિડીયોમાં તેમણે જાતે ગીત ગાયું છે. ઐશ્વર્યા અને નીલનો આ વિડીયો ફેન્સની સાથે તેમના મિત્રોને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે.
નીલ ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો હતો. નીલ અને ઐશ્વર્યા સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા. કપલના લગ્ન ઉજ્જૈનમાં થવાના છે. ત્યારબાદ ૨ ડિસેમ્બરે તેઓ મુંબઈમાં ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન રાખશે.
થોડા દિવસ પહેલા જ ઐશ્વર્યાની બેચલરેટ પાર્ટી યોજાઈ હતી. જે તેના અંગત મિત્રોએ આયોજિત કરી હતી. જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે, નીલ અને ઐશ્વર્યા ઓનસ્ક્રીન કપલ નથી પરંતુ તેમની ઓફસ્ક્રીન કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવે છે.
સીરિયલની વાત કરીએ તો, નીલ પોલીસનો રોલ કરે છે જ્યારે ઐશ્વર્યા નીલની એક્સ-ગર્લફ્રેન્ડ પાખીના રોલમાં છે. સીરિયલમાં ઐશ્વર્યાના લગ્ન નીલના ભાઈ સાથે થયા છે. આ સીરિયલ ટીઆરપી ચાર્ટમાં પોતાનું સ્થાન બનાવામાં સફળ રહે છે.SSS