Western Times News

Gujarati News

ઑરોના વિદ્યાર્થીઓને હોટેલ પ્લેસમેન્ટ અને ટ્રેનિંગમાં મેરિયટ ઇન્ટરનેશનલ પ્રાથમિકતા અપાશે.

ઑરો યુનિવર્સીટીનું મેરિયટ ઇન્ટરનેશનલ સાથે એમઓયુ-આંતર રાષ્ટ્રીય હોટેલ ચેઇન સાથે કરાર કરનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સીટી

મેરિયટ ‘કલાસરૂમ ધરાવશે’ અને અભ્યાસક્રમ તૈયાર કરવામાં તેમજ ગેસ્ટ લેક્ચર્સ ગોઠવવામાં, ફેક્લટી ડેવલપમેન્ટ અને પ્લેસમેન્ટસમાં મદદ કરશે

સુરત, ભારતની અગ્રેસર હોસ્પિટાલિટી ચેન મેરિયટ ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને અને ઑરો યુનિવર્સીટી વચ્ચે આજે લર્નિંગ પ્લેટફોર્મ વધુ અસરકારક બનાવવા માટે ટ્રેનિંગ તેમજ પ્લેસમેન્ટની તકો વધારવા માટે એમઓયુ પાર કરાર થયા હતા.

આ એમઓયુ મુજબ ઑરો યુનિવર્સીટીની સ્કૂલ ઓફ હોસ્પિટાલિટીના વિદ્યાર્થીઓને હોટેલ પ્લેસમેન્ટ અને ટ્રેનિંગમાં પ્રાથમિકતા અપાશે.  આ ઉપરાંત મેરિયટ ઇન્ટરનેશનલ ઑરો યુનિવર્સીટીમાં કલાસરૂમ ધરાવશે અને અભ્યાસક્રમ તૈયાર કરવામાં તેમજ ગેસ્ટ લેક્ચર્સ ગોઠવવામાં, ફેક્લટી ડેવલપમેન્ટ અને પ્લેસમેન્ટસમાં મદદ કરશે

વૈશ્વિક સ્તરે પ્રતિસ્થા ધરાવનાર હોટેલ શૃંખલા સાથે એમઓયુ કરનાર ઑરો યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સીટી બની છે.  આ પ્રસંગે ઑરો યુનિવર્સીટીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને ચાન્સેલર શ્રી એચ પી રામા, મેરિયટ ઇન્ટરનેશનલના ગ્રુપ પ્રેસિડેન્ટ (ઇન્ટરનેશનલ ડિવિઝન) શ્રી ક્રેઈગ સ્મિથ, ઑરો હોટેલ્સ (યુએસએ) ના સીઈઓ અને પ્રેસિડેન્ટ શ્રી ડી જે રામા અને ઑરો યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર રાજન વેલુકર હાજર રહ્યા હતા

એમઓયુ ઉપર મેરિઓટ ઇન્ટરનેશનલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શરીર નીરજ ગોવિલ અને ઑરો યુનિવર્સીટી તરફથી વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડો. રાજન વેલુકરે સહી કરી હતી.

મેરિયટ ઇન્ટરનેશનલના ગ્રુપ પ્રેસિડેન્ટ (ઇન્ટરનેશનલ ડિવિઝન) શ્રી ક્રેઈગ સ્મિથે આ પ્રસંગે કહ્યું હતું કે, ‘ અમે ઑરો યુનિવર્સીટી સાથે ભાગીદારી કરીને વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેમની કારકિર્દી શરુ કરવા માટે અને વિકસવા માટેની તકો પુરી પાડવા બાદલ ખુબ આનંદ અનુભવીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.