Western Times News

Gujarati News

ONGC ઓફિસર્સ મહિલા સમિતિ, અમદાવાદે પ્રોજેક્ટ ‘પહેચાન’ શરૂ કર્યો

ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ (ONGC Officers Mahila Samiti OOMS)ના ચીફ પેટ્રન શ્રીમતી સુષ્મા સહાયે આશ્રમ રોડ સ્થિત બી એમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ (બીએમઆઇએમએચ)માં માનસિક વિકલાંગ વ્યક્તિઓના આર્થિક સશક્તિકરણ માટે ઓઓએમએસ અમદાવાદની વિશેષ પહેલ ‘પહેચાન’ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. શરૂઆતમાં ઓઓએમએસ એક વર્ષ માટે પ્રોજેક્ટને સપોર્ટ કરશે, જેમાં માનસિક વિકલાંગ ૨૦ પુખ્તવયના વ્યક્તિઓને વિવિધ ટ્રેડમાં કૌશલ્યવર્ધનની તાલીમ અપાશે, જેથી તેઓ આ પ્રોજેક્ટનો લાભ લઇને આર્થિક રીતે સશક્ત બને અને આત્મનિર્ભર બની શકે. ONGC Officer’s Mahila Samiti, Ahmedabad conceives Project Pehchan, Sushma Sahay Ashram Road, BMI mental health)

ચીફ પેટ્રને બીએમઆઇએમએચના ડાયરેક્ટરને ચેક અર્પણ કર્યો
આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં શ્રીમતી સહાયે આ ઉમદા કાર્યમાં સતત પહેલ કરવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી અને ઉમેર્યું હતું કે ઓએનજીસી અને ઓઓએમએસ પોતાની સીએસઆર પહેલ હેઠળ વિશેષ કરીને બાળકો, મહિલાઓ, પ્રૌઢ વ્યક્તિઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના વ્યાવસાયિક કૌશલ્યોમાં વધારો કરવા, તેમના અભ્યાસને બળ આપવા તથા આજીવિકામાં વૃદ્ધિ માટેના પ્રોજેક્ટ ઉપર કેન્દ્રિત છે. આ પહેલનો ઉદ્દેશ્ય સમાન તકો અને ગૌરવભર્યું જીવન એ દરેક વ્યક્તિના હક ઉપર આધારિત છે તેમજ ટીમ ઓએનજીસી અમદાવાદ આ પ્રતિભાશાળી બાળકો માટે ટકાઉ પ્રોજેક્ટ અને પ્લેટફોર્મ તૈયાર કરવા ઉપર ધ્યાન આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.