ONGC દ્વારા બનાવેલી ગ્રીનબેલ્ટની દયનીય હાલત
અંકલેશ્વર ઓએનજીસી દ્વારા પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી પરંતુ વિકસાવેલ ગ્રીન બેલ્ટની બદતર હાલત માટે જવાબદાર કોણ?
થોડા સમય પહેલા લાખો રૂપિયાનો ધુમાડો કરી બનાવેલ ગ્રીન બેલ્ટની દયનીય સ્થિતિ : લાખો રૂપિયાનો કર્મચારીઓનો ગેરવહીવત.
ઓએનજીસી દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં બનાવેલ ગ્રીનબેલ્ટની દયનીય હાલત તો પછી ખોટા ટાઈફા શા માટે.
(વિરલ રાણા ) ભરૂચ,
અંકલેશ્વર માં આવેલ ઓએનજીસી એસેટ ના બહારના ભાગે આવેલ ગ્રીન બેલ્ટ જેને અંકલેશ્વર એસેટ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને પોતાનું સારું કામ દેખાડવામાં આવેલ પરંતુ હાલમાં આ ગ્રીન બેલ્ટ મરણ પથારીએ પડેલ જોઈ શકાય છે.
અને ઓએનજીસીના ભ્રષ્ટાચાર મુક્ત કર્મચારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે.
૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે ઓએનજીસી દ્વારા કેટલાક લાગતા વળગતા અંગત સંબંધ ધરાવતા લોકોને પોતાના તરફથી પર્યાવરણ દિવસની ઉજવણીના ભગરૂપે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
અને પોતાની સારી કામગીરી દેખાડવાનો પ્રયાસ કરેલ છે પરંતુ ઓએનજીસીના બહારના ભાગમાં અંકલેશ્વરના સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં જે ગ્રીન બેલ્ટ બનાવવાની કામગીરી કરવામાં આવેલ તે હાલમાં મરણ પથારીએ પડેલ જોઈ શકાય છે.
ત્યારે આમ જાહેરાતો પ્રસિદ્ધ કરી ઓએનજીસી ના કર્મચારીઓ શુ સાબિત કરવા માંગે છે તે એક ગંભીર પ્રશ્ન છે. ઓએનજીસીના સંચાલકોની આવી કામગીરી સામે યોગ્ય તપાસ થાય તે હેતુ થી આ અંગે આંદોલન કરીને ઓએનજીસીના ભ્રષ્ટ કર્મચારીઓની પોલ ખોલવામાં આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.