ઓકટોબર મહીનામાં કુલ ૧૫ બેંકોમાં કામકાજ બંધ રહેશે
મુંબઇ: જાે તમે બેંકનું કોઇ કામ કરવાના હોવ તો આ અહેવાલો તમારા માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે કોરોના વાયરસ મહામારીનો પ્રકોપના આ સમયમાં સોશિલ ડિસ્ટેસિંગના નિયમનું પાલન કરવું ખુબ જરી છે આથી ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક આરબીઆઇએ નેટ બેકીંગ અને મોબાઇલ બેકીંગ દ્વારા પોતાના બેકીંગ કાર્ય ઉકેલી લેવા માટે સલાહ આપી છે પરંતુ જાે બ્રાંચ જવું જરૂરી હોય તો ગ્રાહકોને એ જરૂર જાણવું જાેઇએ કે ઓકટોબર મહીનામાં કયાં દિવસે બેંકો બંધ રહીશે
આરબીઆઇની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ઓકટોબર મહીનામાં દેશના અલગ અલગ રાજયોમાં બેંકો માટે ૧૦ રજા જાહેર કરવામાં આવી છે આ તમામ રજા ૨, ૧૭, ૨૩, ૨૪, ૨૬, ૨૭, ૨૮,૨૯ ૩૦ અને ૩૧ તારીખ છે
રજાઓ જાેઇએ તો અનુક્રમે તારીખ રાજય અને પ્રસંગ આ પ્રમાણે છે. ૨ ઓકટોબર તમામ રાજય મહાત્મા ગાંધી જયંતિ પર બંધ રહી હતી.૧૭ ઓકટોબર ગોવાહાટી અને ઇમ્ફાલ મહાત્મા ગાંધી જયંતિ,૨૩ ઓકટોબર અગરતલ્લા કોલકતા અને શિલોંગ કટિ બિહુ,મેરા ચૌરન હૌબા ઓફ લૈનિંગથૌ સનામહી, ૨૬ ઓકટોબર અગરતલ્લા કોચ્ચી કોલકતા ચેન્નાઇ જમ્મુ તિરૂવનંતપુર પટણા દુર્ગા પુજા વિજયાદશમી, અભિગમન દિવસ, ૨૭ ઓકટોબર ગંગટોક દુર્ગાપુજા, ૨૮ ઓકટોબર ગેંગટોક દુર્ગાપુજા, ૨૯ ઓકટોબર કોચ્ચી ગેંગટોક જમ્મુ તિરૂવનંતપુરમ અને શ્રીનગર મિલાદ એ શેરિફ પૈગંબર મોહમ્મદ જયંતિ,૩૦ ઓકટોબર દિલ્હી નાગપુર કોલકતા દિલ્હી ભોપાલ મુંબઇ રાંચી રાયપુર લખનૌ શ્રીનગર ઇદ એ મિલાદની બાદનો શુક્રવાર લક્ષ્મીપુરા અને ૩૧ ઓકટોબરે અમદાવાદ ભુવનેશ્વર બેંગ્લુરૂ અને શિમલામાં સરદાર વલ્લભાઇ પટેલ જયંતિ મહર્ષિ વાલ્મીકી જયંતિ કુમાર પૂર્ણિમાની રજા બેંકોમાં રહેશે
જો તેમાં શનિવાર અને રવિવારને પણ જાેડી દેવામાં આવે તો કુલ ૧૫ રજાઓ થાય છે ચાર ઓકટોબર ૧૧,૧૮ અને ૨૫ ઓકટોબરે રવિવાર છે આથી તમામ રાજયોમાં બેંક બંધ રહેશે આ ઉપરાંત ૧૦ ઓકટોબરે મહીનાનો બીજા શનિવાર છે અને ૨૪ ઓકટોબરે ચોથો શનિવાર આથી આ બંન્ને દિવસે પણ તમામ રાજયોમાં બેંક બંધ રહેશે આથી જાે તમારે બેંકમાં કોઇ પણ જરૂરી કાર્ય હોય છો તપાવી લેશો