ઓકલેન્ડના મોલમાં છને ચાકૂના ઘા ઝિંકનારો ઠાર

ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત એક હુમલાખોરે મોલમાં ઘુસીને ૬ લોકોને ચાકુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા હોવાની ઘટના બની છે.
આ વ્યક્તિ પહેલેથી જ પોલીસ માટે શંકાસ્પદ હતો.પોલીસ તેના પર નજર રાખી રહી હતી. જાેકે તેણે એ પછી પણ આજે સુપર માર્કેટમાં ઘુસીને આતંકવાદી હુમલો કર્યો હતો. એ પછી પોલીસ ૬૦ જ સેકન્ડમાં ત્યાં પહોંચી ગઈ હતી અને હુમલાખોરને ગોળી મારી દીધી હતી.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડેને કહ્યુ હતુ કે, જે વ્યક્તિને ગોળી મારવામાં આવી છે તે શ્રીલંકાનો નાગરિક હતો.તે ૨૦૧૧માં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અને તેના પર ૨૦૧૬થી નજર રાખવામાં આવી રહી હતી. આ ઘટનાને આંતકી હુમલો ગણાવીને તેમણે કહ્યુ હતુ કે, આ હુમલો એક વ્યક્તિએ કર્યો છે, કોઈ ધર્મે નથી કર્યો. હુમલાખોર ઈસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રભાવિત હતો અને તેનુ ન્યૂઝીલેન્ડમાં કોઈ સમર્થન કરતુ નથી.
દરમિયાન હુમલામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ત્રણની હાલત ગંભીર છે. સુપર માર્કેટનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હુમલાખોરને ભાગતો જાેઈ શકાય છે. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચે છે અને હુમલાખોરને સરેન્ડર કરવાનુ કહે છે અ્ને બાદમાં તેને ગોળી મારી દે છે.SSS