ઓકસફોર્ડની રસીના પરિક્ષણ માટે નવા ઉમેદવારોની ભરતી રોકી દેવામાં આવી
નવીદિલ્હી, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારતીય સીરમ ઇન્સ્ટિટયુટને કહ્યું કે દવા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા બીજા દેશોમાં ઓકસફોર્ડની રસીનું પરીક્ષણ રોકી દેવામાં આવ્યું છે જેને ધ્યાનમા૩ં રાખીને બીજા અને ત્રીજા ચરણના કલીનિકલ ટ્રાયલ માટે નવા ઉમેદવારોની ભરતકી અને નવા આદેશ સુધી રોકી દેવામાં આવે.
મહાનિયંત્રક ડો.વીજી સોમાનીએ એક આદેશમાં ભારતીય સીરમ સંસ્થાન (એસઆઇઆઇ)ને એમ પણ કહ્યું કે પરિક્ષણ દરમિયાન રસીના તમામ ડોઝ લેનારા લોકોની સુરક્ષાની વ્યવસ્થા વધારે સાથે યોજવા અને રિપોર્ટ રજુ કરે મહાનિયંત્રકે આ આદેશની કોપી સામે આવી છે જેમાં આદેશ મુજબ સોમાનીએ કંપનીને એમ પણ કહ્યું કે ભવિષ્યમાં પરિક્ષણ માટે નવી ભરતી કરતા પહેલા તેમની ઓફિસ (ડીસીજીએ)એ પૂર્વાનુમતિ માટે બ્રિટન અને ભારતમાં ડેટા એન્ડ સેફટી મોનિટરિંગ બોર્ડ (ડીએસએમબી) દ્વારા મળેલી પરવાનગી જમા કરાવે.ડીસીજીએ એસ્ટ્રાજેનેકા દ્વારા બીજા દેશોમાં રસીનું પરિક્ષણ રોકી દેવાને લઇને માહિતી આપવાને લઇને સપ્ટેમ્બરે એસઆઇઇને કારણે રજુ કરો નોટિસ આપવામાં આવી હતી.
એ યાદ રહે કે ઓકસફોર્ડની કોરોના વેકસીનના ટ્રાયલ પર વિવાદ થવા પર ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટયુટે કારણદર્શન નોટીસ આપી હતી નોટિસમાં પુછવામાં આવ્યું હતું કે દર્દીની સુરક્ષાને લઇને ઉઠી રહેલી શંકાને ખતમ થવા સુધી કોરોના વેકસીનનું ટ્રાયલ કેમ રોકવામાં નથી આવ્યું નોટિસ મળ્યાના થોડા જ કલાકોમાં ઇસ્ટીટયુટે નિવેદન જાહેર કર્યું હતું કે અમને ટ્રાયલ રોકવા માટે કોઇ નિર્દેશ મળ્યા ન હોતા.
સીરમ ઇન્સ્ટીટયુટ કહ્યું હતું કે અમે ડીસીજીઆઇના નિર્દેશોનું પાલન કરી રહ્યાં છીએ અમે ટ્રાયલ રોકવાનું કહેવામાં નહોતું આવ્યું જાે ડીસીજીઆઇને સુરક્ષાને લઇને કોઇ ચિંતા છે તો અમે તેમના નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન કરીશું ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સીરમ ઇન્સ્ટીટયુટ પર વેકસીન ટ્રાયલને લઇને તાજા અપડેટ નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો.HS