ઓકિસજન લેવલ ૫૬ થઇ ગયુ… છતાં તરૂબેન પીઠડિયાએ કોરોનાને આપી મ્હાત
સરકારી સારવારથી સાજા થયાનો સંતોષ…
‘‘છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીથી બચવા અમે દેશી ઓસડિયા, ગરમ પાણી, ઉકાળા વગેરેનું નિયમિત રીતે સેવન કરતાં હતા. આમ તો અમાર ઘરમાં ચાર સભ્યોમાંથી કોઇને પણ કોઇ બિમારી નથી જ. છતાં સાવચેતી રાખવી અનિવાર્ય છે. એટલે એના ભાગરૂપે અમે સૌ ચીવટ રાખતાં હતા જ .
આમ છતાં હું કોરોનાની ઝપટે ચડી ગઇ. ઓકિસજનનું લેવલ ૫૬ થઇ ગયું. પરિવારજનોએ તાત્કાલિક મને સિવિલમાં ખસેડી. ત્યાંની શ્રેષ્ઠ સારવારે મારું બે દિવસમાં જ ઓકિસજન લેવલ ઠીક કરી દીધુ. અને પછીના ચાર દિવસ મને કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી.’’
રાજકોટના ૫૦ વર્ષના તરૂબેન રમેશભાઇ પીઠડિયાને ગત તા.૧૩ મી એપ્રિલે સિવિલમાં દાખલ કરાયા હતા. અને તા.૧૮ મી એપ્રિલના રોજ કેન્સર હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ઘરે જવા ડિસ્ચાર્જ પણ કરાયા હતા. રાજકોટના રૈયાધાર પાસે રહેતા તરૂબેન કહે છે કે, ‘વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને કાબુમાં રાખવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર કોરોનાના દર્દીઓ માટે જે સુવિધા સારવાર આપી રહી છે તે ખુબ સારી છે.
હોસ્પિટલમાં છ દિવસ સુધી મને નિદાન-સારવાર, ઓકિસજન બધુ જ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આ છ દિવસ માટે મારે લાખો રૂપિયાનો ખર્ચો થાત… એ હું કઈ રીતે વેટઃઈ શકત… એ વિચાર જ મને હચમચાવી નાંખે છે….’
પરિવાર વિશે વાત કરતાં તરૂબેને કહે છે કે, ‘ મારા પતિ દરજી કામ કરે છે, દીકરો ઇલેકટ્રીશ્યન છે. હમણા કામ કાજમાં પણ મંદી રહે છે. અમારા જેવા પરિવારો માટે સરકારી દવાખાના – હોસ્પિટલો આશિર્વાદ સમા છે. સરકારી હોસ્પિટલમાં પણ આધુનિક સારવાર થાય જ છે… બસ તમારે વિશ્વા રાખવો પડે… ત્યાં સવાર સાંજ ચા નાસ્તો, બપોરેને રાત્રે પૌષ્ટિક ભોજન અપાતું. ડોકટરો પણ નિયમિત તપાસવા આવતાં. નર્સો દ્વારા દવા, ઇંજેકશન સમયસર અપાતું. સીવીલ હોસ્પિટલમાં મને સારવાર મળી એટલે મારુ સ્વાસ્થ્ય અને પૈસા એમ બન્ને બચ્યા…’