Western Times News

Gujarati News

ઓકેક્રેડિટ અને દિલ્હી કેપિટલ્સે સ્મોલ બિઝનેસને સશક્ત બનાવવા માટે ભાગીદારી કરી

ઓકેક્રેડિટ – ‘ડિજિટલ ઈન્ડિયા કા ડિજિટલ બહિખાતા’, યુએઈમાં 19 સપ્ટેમ્બર 2020થી શરૂ થનારી  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી 13મી સીઝન માટે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સાથે તેમના મુખ્ય પ્રાયોજક તરીકેની ભાગીદારીની ઘોષણા કરી છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati
Mr. Harsh Pokharna, Co-founder & CEO, OkCredit

ઓકેક્રેડિટના કો-ફાઉન્ડર અને સીઇઓ શ્રી હર્ષ પોખર્ણાએ જણાવ્યું કે, ” અમે આગામી આઈપીએલ સીઝનમાં તેમના મુખ્ય પ્રાયોજક તરીકે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઇને ખૂબ જ ખૂશી અનુભવી રહ્યાં છીએ. આઇપીએલને દર વર્ષે એક મનોહર પ્રતિસાદ મળે છે અને આ ભાગીદારી દ્વારા, અમે આપણા દેશના ખૂણા સુધી પહોંચવાની અને ડિજિટલ ઇન્ડિયા બનાવવાની દિશામાં આગળ વધવાની આશા રાખીએ છીએ. અમે ટૂર્નામેન્ટની રાહ જોઇ રહ્યાં છીએ અને ટીમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”

દિલ્હી કેપિટલ્સના સીઇઓ શ્રી ધીરજ મલ્હાત્રાએ જણાવ્યું કે, “દિલ્હી કેપિટલ્સના ઓફિશિયલ ડિજિટલ ક્રેડિટ લેજર તરીકે બોર્ડમાં ઓકેક્રેડિટ મેળવીને અમને આનંદ થાય છે. આ મહામારીએ ફરીથી મોટા અને નાનાં બિઝનેસ માટે ડિજિટલ જવાનાં મહત્વને પ્રકાશિત કર્યું છે. ઓકેક્રેડિટના ઇનોવેટિવ ડિજિટલ લેજર લોકલ બિઝનેસીસને ખૂબ જ ઉપયોગી થશે કારણકે તેઓ લોકડાઉનમાંથી રિકવર થાય છે. વેલ્યુએબલ સપોર્ટ આપવા બદલ  હું ઓકેક્રેડિટની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું”

ટૂર્નામેન્ટ દરમિયાન, ઓકેક્રેડિટને દિલ્હી કેપિટલ્સના ‘ઓફિશિયલ ડિજિટલ ક્રેડિટ લેજર’ તરીકે જાણશે. આ એસોશિએશનના માધ્યમથી, ઓકેક્રેડિટ ટીમ અને ટૂર્નામેન્ટના વિશાળ ફેન વચ્ચે ભારતમાં માઇક્રો અને સ્મોલ બિઝનેસ લેન્ડસ્કેપને ડિજિલાઇઝિંગ બનાવવાની પોતાની જર્નીનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરશે.

ઓકેક્રેડિટ, ડિજિટલ સોલ્યુશન્સના ઉપયોગ કરવા માટે પોતાની સરળતા સાથે શહેરમાં વિવિધ સ્મોલ અને આઇકોનિક રિટેઇલ બિઝનેસને સશક્ત બનાવીને ‘વોકલ માટે વોકલ’ પ્રાપ્ત કરવામાં દિલ્હી કેપિટલ્સને પણ સમર્થન આપી રહ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ કેમ્પેઇનના ભાગ રૂપે, દિલ્હી કેપિટલ્સ કેટલીક સૌથી વધુ આઇકોનિક શોપ્સ અને વેન્ડર્સની સ્ટોરીઓ કહેશે, જેઓ વર્ષોથી શહેરની અનોખી ઓળખનો ભાગ બની ગયા છે. ઓકેક્રેડિટ આ રિટેલર્સને સીધું સમર્થન આપશે જેમને હાલની મહામારી દ્વારા અસર થઇ છે પોતાના બિઝનેસને વિકસિત કરવા અને ડિજિટલ સુધી જવામાં તેમની મદદ કરીને પોતાની પહોંચનું વિસ્તરણ કરે.

ઓકેક્રેડિટ દ્વારા સંચાલિત વોકલ ફોર લોકલ કેમ્પેઇન માટે દિલ્હી કેપિટલ્સનું આઇપીએલના આ વર્ષેના એડિશનમાં લાઇવ બિલ્ડિંગ બની જશે અને આપણા શહેરના કલરફૂલ કલ્ચરમાં યોગદાન આપતાં લોકલ બિઝનેસીસનું સમર્થન કરશે. ઓકેક્રેડિટના ડિજિટલ સોલ્યુશન પોતાના રુટ્સ અને હેરિટેજને જાળવી રાખતાં બદલાતી દુનિયાને અનુકૂલિત કરવામાં મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.