Western Times News

Gujarati News

ઓક્ટોબરમાં અમદાવાદ ખાતે યોજાશે ભારતીય ભૂમિદળ(ઈન્ડીયન આર્મી) ભરતી રેલી

અગ્નીવિર તરીકે જોડાવાની સુવર્ણ તક

લાયકાત ધરાવતા યુવાનો માટે ૨૯ ઓગસ્ટ ના રોજ જિલ્લા રોજગાર કચેરી, નડિયાદ ખાતે તાલીમ સેમિનાર યોજાશે

અગ્નિવિર તરીકે ભારતીય ભૂમિદળ(ઈન્ડીયન આર્મી)માં ઊજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા અને આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારોએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને જો NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે.

ઉપરાંત, ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર ઓનલાઇન અરજીમાં  ભરતીના 10-15 દિવસ પહેલા ઉમેદવારે પોતાનું એડમિટ કાર્ડ પ્રિન્ટ કરી પોતાની સાથે રાખવાનું રહેશે. જેમાં ભરતીનું સ્થળ સમય અને તારીખ દર્શાવેલ હશે. એડમિટ કાર્ડમાં ઉમેદવારે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો રહેશે.

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર ૩, ૨૦૨૨ છે. જયારે ભરતી તા. ૧૫/૧૦/૨૦૨૨ થી તા.૦૮/૧૧/૨૦૨૨ દરમ્યાન ગુજરાત યુનિવસિર્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, એરેના નવરંગપુરા અમદાવાદ ખાતે યોજાશે. આ અંગે જિલ્લાના ઓછામાં ઓછું ધોરણ ૮ પાસ લાયકાત ધરાવતા તેમજ ૧૭ વર્ષ ૬ મહિનાથી લઈ 23 વર્ષની વય ધરાવતા યુવાનોને જાગૃત કરવા હેતુસર

તારીખ ૨૯/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, સરદાર પટેલ ભવન, બ્લોક ‘એ’, બીજો માળ, નડિયાદ ખાતે માહિતી તેમજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે. જેનો મહત્તમ લાભ લેવા જીલ્લા રોજગાર અધિકારી શ્રી એન આર શુક્લ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી તેમજ માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરી નડિયાદનો તેમજ રોજગાર સેતુ કોલ સેન્ટર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.