ઓક્સફર્ડની કોરોના વેક્સીનને બ્રિટનમાં મળી મંજૂરી, ભારતમાં પણ ખુલ્યો રસ્તો
લંડન/નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ વેક્સીનનો રસ્તો ખુલી ગયો છે. બ્રિટનની નિયામક સંસ્થાન મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ Oxford Astra Zeneca વેક્સીનને મંજૂરી આપી દીધી છે. ભારતમાં Oxford Astra Zenecaની આ વેક્સીનના ટ્રાયલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર ભારતમાં આ વેક્સીનને મંજૂરી આપવા માટે બ્રિટનની નિયામક સંસ્થા MHRAની મંજૂરીની રાહ જોઈ રહી હતી.
વેક્સીન કંપની Astra Zenecaએ મંજૂરી મળ્યા બાદ કહ્યું કે, વેક્સીનનો પહેલો ડોઝ ઇસ્યૂ કરવામાં આવી રહ્યો છે જેથી નવા વર્ષની શરૂઆતમાં વેક્સીનેશન શરૂ થઈ શકે. કંપનીનો લક્ષ્ય છે કે પહેલા ક્વાર્ટરમાં બ્રિટન સરકારને કુલ 100 મિલિયન ડૉઝની આપૂર્તિ કરવામાં આવે.
Astra Zenecaના મુખ્ય કાર્યકારી પાસ્કલ સોરિયટે જણાવ્યું કે, આજે યૂનાઇટેડ કિંગડમના લાખો લોકો માટે એક અગત્યનો દિવસ છે. તેમને આ નવી વેક્સીનની સુવિધા મળશે. તે પ્રભાવી તો છે જ ઉપરાંત કોઈ લાભ વગર Astra Zeneca દ્વારા આપૂર્તિ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, Astra Zeneca, ઓક્સફર્ડ યુનિવર્સિટી, બ્રિટન સરકાર અને હજારો ક્લીનિકલ ટ્રાયલ્સ પ્રતિભાગીઓ સહિત અનેક સહયોગીઓનો આભાર વ્યક્ત કરવા માંગું છું. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને મંજૂરી પર ટ્વીટ કર્યું. તેઓેઅ લખ્યું કે, આ હકીકતમાં શાનદાર સમાચાર છે. અને બ્રિટન સાયન્સ માટે એક જીત પણ છે. ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનકાની વેક્સીનને મંજૂરી મળી ગઈ છે.