ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનને WHO પેનલની લીલી ઝંડી
નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની પેનલે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનને બહોળા સ્તર પર ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ વેક્સીનમાં ભારતની સીરમ ઇન્ટિ્ડટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ પાર્ટનર રહી છે. દુનિયાના સૌથી મોટી વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ વેક્સીને ભારતમાં ટ્રાયલ કર્યા હતા. સીરમ ઇન્ટિલ્ટ્યૂટ આ વેક્સીનને કોવિશીલ્ડના નામથી વેચી રહી છે.
ભારતમાં આ ઉપરાંત ભારત બાયોટેકની કોવેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળેલી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની પેનલે આ વેક્સીન ૬૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે પણ સુરક્ષિત ગણાવી છે. પેનલે કહ્યું છે કે આ વેક્સીનના બે શૉટ લેવા આવશ્યક છે. બે શૉટની વચ્ચેની અવધિ ૮થી ૧૨ સપ્તાહની જણાવવામાં આવી છે.
ડબલ્યુએચઓના સ્ટ્રેટેજિક એડવાઇઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન ઇમ્યુનાઇઝેશનએ કહ્યું કે દરેક સ્થળે એ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે વેક્સીન આફ્રીકન સ્ટ્રેન પર કેટલી પ્રભાવી હશે. પેનલે કહ્યું કે કોઈ કારણ નથી કે આ વેક્સીનને મંજૂરી ન આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે દક્ષિણ આફ્રિકામાં આ વેક્સીનનું રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું હતું. એક નાના ટ્રાયલમાં સામે આવ્યું હતું કે વેક્સીન આફ્રીકન સ્ટ્રેન પર પ્રભાવી નથી. હાલ આફ્રીકામાં આ સ્ટ્રેને કહેર મચાવી દીધો છે. નોંધનીય છે કે, ભારત ના હિસાબથી કોવિશીલ્ડ વેક્સીનને શરૂઆતથી જ સૌથી યોગ્ય માનવામાં આવી છે.
મૂળે મોડર્ના અને ફાઇઝરની વેક્સીનને ખૂબ ઠંડા તાપમાન પર રાખવાની જરૂર હતી જેના માટે વિશેષ વ્યવસ્થા કરવી પડતી. જ્યારે કોવિશીલ્ડને સામાન્ય ફ્રીઝમાં રાખી શકાય છે. આ ઉપરાંત ભારતની સ્વદેશી કોવેક્સીન પણ ટીકાકરણ કાર્યક્રમમાં મોટી ભાગીદારી આખરે નિભાવી રહી છે.