Western Times News

Gujarati News

ઓક્સફોર્ડની વેક્સિનને ભારતમાં મંજૂરી મળી શકે છે

Files Photo

નવી દિલ્હી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદન કરાઈ રહેલી કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનો ભારત સરકાર ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુકેની ડ્રગ રેગ્યુલેટરી એમએચઆરએ આ રસીને જેવી મંજૂરી આપે કે ભારત સરકાર પણ તેને મંજૂરી આપી દેશે. યુકેમાં ક્રિસમસ પહેલા જ આ અંગે ર્નિણય લેવાઈ જાય તેવી શક્યતા છે. યુકેની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્‌સ રેગ્યુલેટરી એજન્સી હાલ આ રસીની ટ્રાયલના ડેટા, તેના ડોઝના પ્રમાણ સહિતની વિગતોનો સમાવેશ થાય છે. આ રસી યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા ડેવલપ કરવામાં આવી છે. ભારતમાં આ રસીનું પ્રોડક્શન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરાઈ રહ્યું છે.

સૂત્રોનું માનીએ તો યુકેમાં આ રસીને ક્રિસમસ પહેલા અપ્રુવલ મળી જશે. ઉલ્લેખનીય છે કે, યુકેમાં ફાઈઝર દ્વારા બનાવાયેલી વેક્સિનને થોડા દિવસ પહેલા જ ઈમરજન્સી યુઝની મંજૂરી અપાઈ છે. એક અધિકારીએ આ અંગે નામના આપવાની શરતે જણાવ્યું હતું કે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી છે, જેના પર હજુ સુધી કોઈ ર્નિણય નથી લેવાયો. તેવામાં યુકેમાં જાે તેને મંજૂરી મળી જાય તો ભારતમાં પણ તેનો અમલ થઈ શકે છે. કારણકે, ભારતમાં કંપની દ્વારા જે દરખાસ્ત મૂકાઈ છે, તેમાં તેણે યુકે અને બ્રાઝિલમાં ચાલી રહેલી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો છે.

વધુમાં આ રસીને હજુ કોઈ દેશમાં મંજૂરી નથી મળી. આ મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી સંપૂર્ણ ચોકસાઈ અને સલામતી સાથે તેને મંજૂરી આપવી કે કેમ તેનો ર્નિણય લેવાશે. વળી, રસીનો કેટલો ડોઝ અસરકારક છે તે અંગે પણ એમએચઆરએ દ્વારા શું જણાવાય છે તેના પર પણ ભારતની નજર છે. આ રસીની ટ્રાયલ દરમિયાન તેના બે ફુલ ડોઝ જેમને અપાયા હતા તે લોકોમાં રસીની અસરકારકતાનું પ્રમાણ ૬૨ ટકા રહ્યું હતું, પરંતુ ૯૦ ટકા જેટલા નાના પેટા ગ્રુપને પહેલા હાફ અને પછી ફુલ ડોઝ આપવામાં આવ્યો હતો. તાજેતરમાં જ વર્લ્‌ડ બેંક દ્વારા યોજાયેલી સાઉથ એશિયાની ઈન્ટર-મિનિસ્ટિરિયલ મિટિંગમાં દેશના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, આગામી થોડા સપ્તાહોમાં જ વેક્સિન ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા છે, અને લાગતીવળગતી રેગ્યુલેટરી એજન્સી દ્વારા જેવી મંજૂરી મળે કે તરત જ ભારતમાં વેક્સિનેશન પ્રોસેસ પણ શરુ થઈ જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.