ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી
નવીદિલ્હી, કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર ૨૦ મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં ૯૮.૬ % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર્મ સાથે મળીને ટેસ્ટિંગ કીટ બનાવી છે. મળતી માહિતી અનુસાર ઓક્સફર્જની જે એન્ટીબોડી ટેસ્ટને સફળતા મળી છે તેને બ્રિટેનની સરકારનું સમર્થન મળ્યું છે. હવે સરકાર યોજના બનાવી રહી છે કે લાખો એન્ટીબોડી ટેસ્ટ કિટનું વિતરણ પ્રેગનન્સી સ્ટાઈલ ટેસ્ટ કિટની જેમ જ કરવામાં આવે.
નવી એન્ટીબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે બેસીને સરળતાથી ટેસ્ટ કરી શકશે. ટ્રાયલમાં ખ્યાલ આવ્યો છે કે એન્ટીબોડી ટેસ્ટ કિટ ૯૮.૬ ટકા સાચુ પરિણામ મળી રહે છે. ટેસ્ટ કિટનું ટ્રાયલ લગભગ ૩૦૦ લોકો પર કરાયું હતું. નવા ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા ૨૦ મિનિટમાં રિઝલ્ટ આપી દેશે. લોકો જાતે જ જાણી શકશે કે તેઓ કોરોના સંક્રમિત થયા છે કે નહીં. આ પહેલાં બ્રિટનમાં જે એન્ટીબોડી ટેસ્ટ થઈ રહ્યા હતા તેમાં બ્લડ સેમ્મપલને લેબમાં મોકલવામાં આવતા હતા.
ઓક્સફર્ડ યુનિ.ના પ્રોફેસર સર જાૅન બેલે કહ્યું કે આ રેપિડ ટેસ્ટ ખૂબ જ ઉપયોગી રહેશે. રિઝલ્ટ આવતાં પહેલાં લાખો ટેસ્ટ કિટ આ આશામાં તૈયાર કરાઈ છે. સારા પરિણામ આવશે તેવી આશા છે. જલ્દી જ આ કિટને ઔપચારિક મંજૂરી મળશે.