ઓક્સિજનના અભાવે દર્દીના મોત નરસંહાર સમાન અલ્હાબાદ હાઈકોર્ટની સખત ટિપ્પણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Allahabad-High-Court.jpg)
અલ્હાબાદ: અલ્હાબાદ કોર્ટે કહ્યુ કે હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ પુરી ન થવા પર કોરોનાના દર્દીના મોત ગુનાહિત કૃત્ય છે. કોરોનાના દર્દીના મોત તેમના માટે કોઈ નરસંહારથી ઓછા નથી. જેમને લિક્વિડ મેડિકલ ઓક્સિજનની માંગ સુનિશ્ચિક કરવાનું કામ સોંપ્યું છે. જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિજન બેંચે મામલાની સુનવણી દરમિયાન આ કડક ટિપ્પણી કરી.
આ દરમિયાન સ્ટેટ ઈલેક્શન કમિશન તરફથી સોગંદનામુ દાખલ કરવામાં આવ્યુ. જે ઉપરાંત ૯ જિલ્લાના ડિસ્ટ્રિક જજ તરફ કોવિડને લઈને કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવી છે. એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે કોર્ટમાં ૨ દિવસનો સમય માંગ્યો છે. ૨૭ એપ્રિલે ગત સુનવણીના આદેશનું પાલન કરવા સમયની માંગ કરી છે.
મામલાની સુનવણી દરમિયાન રાજ્ય સરકારોના કોવિડને લઈને ભરવામાં આવેલા પગલા અને ચિંતાથી અવગત કરાવ્યા છે. રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે રાજ્યમાં ૧૭૬૧૪ આઈસોલેશન બેડ અને ૫૫૧૦ આઈસીયૂ બેડ અલગ અલગ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સરકારે કોર્ટને ૨ દિવસ વધારેલા વીકેન્ડ કર્ફ્યુની જાણકારી આપી. આ દરમિયાન હાઈકોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષ સીનિયર વકિલ અમરેન્દ્ર નાથ સિંહે કોર્ટ પાસે માંગ કરી છે કે કોરોનાની ચેન તોડવા માટે અંતિમ વિકલ્પ છે.
યૂપી પંચાયતની ચૂંટણી દરમિયાન નિયમોના ઉલંઘનને લઈને હાઈકોર્ટે ઈલેક્શન કમિશનને નેક્સ સુનવણી પર કાઉન્ટિંગના સીસીટીવી ફુટેજ માંગ્યા છે. કોર્ટે પેન ડ્રાઈવમાં આગલી સુનવણી પર કાઉન્ટિંગ એરિયા અને સેન્ટર બન્નેના ફુટેજ માંગ્યા છે. કોર્ટે લખનૌ, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, ગાજિયાબાદ, મેરઠ, ગૌત્તમ બુદ્ધ નગર અને આગ્રા જિલ્લાના ફુટેજ માંગ્યા છે.
આ ઉપરાંત કોર્ટના જજ વીરેન્દ્ર કુમાર શ્રીવાસ્તવે કોરોનાના ચાલતા થયેલા મોત પર સોગંદનામુ માંગ્યુ છે. એડિશનલ એડવોકેટ જનરલ પાસેથી તેમને આપવામાં આવેલી સારવારને લઈને સોગંદનામામાં જાણકારી માંગવામાં આવી છે. ૭ મે સવારે ૧૧ વાગે આગલી સુનવણી હાથ ધરાશે