ઓક્સિજનની અછતથી ૭ કોરોના દર્દીના મોત, પરિજનોએ હંગામો કર્યો
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ નજીક નાલાસોપારા સ્થિત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ૭ દર્દીઓના કથિત મોતનો મામલો ગરમાયો છે. દર્દીઓના મોત બાદ તેમના પરિજનોએ ખુબ હંગામો કર્યો. આ મામલાએ તૂલ પકડી લીધુ છે.
દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી જ બેદરકારીના કારણે પણ શહેરમાં દર્દીઓના મોતના કેસ સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રની આ હોસ્પિટલમાં થયેલા હંગામાની તસવીરો ચર્ચામાં છે. ઓક્સિજનની કમીથી મોતના દાવાને હોસ્પિટલના મેનેજમેન્ટે ફગાવી દીધો છે.
હોસ્પિટલ મેનેજમેન્ટે એમ પણ કહ્યું કે તમામ મૃતકોની હાલત હોસ્પિટલમાં દાખલ થયા તે દિવસથી જ ગંભીર હતી. મુંબઈમાં પણ કોવિડ સંક્રમણના રોજેરોજ સામે આવી રહેલા કેસ ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. જ્યાં કોવિડ દર્દીને બેડ ન મળતા ગુસ્સે ભરાયેલા પરિજનોએ સોમવારે મોડી રાતે ખાનગી હોસ્પિટલમાં તોડફોડ કરી.
ગ્રેટર કૈલાશ હોસ્પિટલના સંચાલક અનિલ બંડીએ જણાવ્યું કે અમારા ત્યાં કોરોના દર્દી માટે કુલ ૯૦ બેડ છે. અમારા સ્ટાફે તેમને જ્યારે એમ કહ્યું કે બેડ ખાલી નથી તો ભડકેલા પરિજનોએ હોસ્પિટલની ટ્રાન્સપરન્ટ શીટ તોડી નાખી જે કોવિડ સંક્રમણથી બચાવ માટે લગાવવામાં આવી હતી.