ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયમ છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગાંધીનગર: આજે ૨૧મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સાતમાં વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યાં છે. તેમની સાથે તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ જાેડાયા છે. હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત થીમ ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૪થી ૨૦મી, જૂન સુધી યોગ સપ્તાહનું આયોજન કરાયું છે. સીએમ રૂપાણીએ લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, યોગ દિવસે ગુજરાતીઓને અનેક શુભાચ્છાઓ. પીએમ મોદીએ સમગ્ર વિશ્લમાં યોગનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને સમગ્ર વિશ્વને આપણી સંસ્કૃતિ,આપણી પ્રણાલીથી ઉજાગર કર્યા છે.
કોરોનાના સંક્રમણમાં પણ યોગનું મહત્ત્વ પણ આપણને સમજાવ્યું છે. યોગ કરોનાને ભગાવશે આ વાત પણ સાબિત થઇ ગઇ છે. તેમણે વધુમા જણાવ્યું કે, ઓક્સિજનની વાત હોય તો પ્રાણાયમ તેનો ઉકેલ છે. શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ થશે. યોગથી જ આપણે આત્માને પરમાત્મા સાથે જાેડી શકીએ છીએ. એટલે જ યોગનું મહત્તવ વધી રહ્યું છે.
લોકો આવનારા દિવસોમાં ઓછાવત્તે જાે યોગ કરશે તો આપણા ગુજરાતને સ્વસ્થ ગુજરાત મનાવી શકીશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગ સપ્તાહ દરમિયાન ૨૧૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યાં છે. જે પૈકી ૨૧મીએ વિશ્વ યોગ દિવસે સવારના ૧૧ વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સફળ યોગ કોચ, યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરાશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલા ૨૦ યોગ કોચ ટ્રેનરને પણ જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર અપાશે.
જેમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં રમતગમત વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ, યોગ બોર્ડના સભ્યો અને વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ઉપસ્થિત રહેશે.