ઓક્સિજન કોન્સન્ટ્રેટર વેચવાના બહાને 1 કરોડ ની છેતરપીંડી કરનારા ઝડપાયા
વેપારીઓ સાથે ૧.૧૩ કરોડની છેતરપીંડી કરનાર બે શખ્સ ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના બે વેપારીઓ સાથે ઓક્સિજન કન્સનટ્રેટર વેચવાના બહાને રૂપિયા એક કરોડ તેર લાખની છેતરપીંડી આચરનાર ઘાટલોડીયા તથા વાડજના બે શખ્સોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધા છે.
ઘાટલોડીયામાં રહેતા અને ચાંગોદરમાં ફેકટરી ધરાવતા નિરવભાઈએ એટોમદાસ નામની કંપનીનો સંપર્ક કરતા અંકીત વાલા નામના શખ્સે ઓકસીજન કન્સનટ્રેટર વેચવાના બહાને તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા સાડા સાત કરોડના ઓર્ડર પેટે એડવાન્સ ૭પ લાખ રકમ પડાવી હતી.
જયારે નિરવભાઈના મિત્ર પાસેથી પણ ૩૮ લાખ રૂપિયા પડાવ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. સાયબર ક્રાઈમમાં આ અંગેની ફરીયાદ નોંધાતા આરોપી અંકીત વાળા (ઘાટલોડીયા, મુ. સોમનાથ) તથા સૌરભ જૈન (વાડજ, મુળ. રાજસ્થાન) ને ઝડપી લીધા હતા.