Western Times News

Gujarati News

ઓક્સિજન ટેન્કના ચાર કન્ટેનર ભરી વિમાન સિંગાપુરથી ભારત પહોંચ્યા

વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનું શરૂ કરાયું

નવી દિલ્હી,  દેશમાં કોરોનાની જીવલેણ લહેર વચ્ચે ઓક્સિજનની તંગી વધારે ઘાતક પૂરવાર થઈ રહ્યા છે. લોકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનાએ ઓક્સિજન સપ્લાય માટે મોરચો સંભાળ્યો છે.

શુક્રવારથી વાયુસેનાના વિમાનો ઓક્સિજન પહોંચાડવા માટે કામે લાગી ચુક્યા છે. શનિવારે વાયુસેનાના સી-૧૭ વિમાનો ઓક્સિજન ટેન્કના ચાર કન્ટેનર ભરવા માટે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ ચાર કન્ટેનરને ઓક્સિજન સાથે લોડ કરીને આ વિમાનો શનિવાર સુધીમાં પશ્ચિમ બંગાળના પનાગર એરબેઝ પર ઉતર્યા હતા.

આ વિમાનોએ ગાઝીયાબાદના હિન્ડન એરબેઝથી સિંગાપુર જવા માટે ઉડાન ભરી હતી. આ પહેલા  વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનુ શરુ કરી દીધુ છે. જેથી ઓક્સિજન દર્દીઓ સુધી વહેલી તકે પહોંચી શકે.

આ સિવાય વાયુસેના દેશના વિવિધ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ માટે દવાઓ અને બીજા ઉપકરણો પણ પહોંચાડી રહી છે. ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે અને ભારતની મુશ્કેલી હળવી કરવા વાયસેનાએ પોતાના સી-૧૭, આઈએલ-૭૬, એન-૩૨ જેવા માલવાહક વિમાનોને કામે લગાડ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.