ઓક્સિજન વિવાદ પર ભાજપ જુઠ્ઠુ બોલવાનુ બંધ કરે : મનીષ સિસોદીયા
નવીદિલ્હી: દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન જે ઓક્સિજન કટોકટી સામે આવી હતી તેના વિશે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે તુ-તુ-મે-મે શરૂ થઈ ગયુ છે. સુપ્રીમ કોર્ટની ઓડિટ પેનલની રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાને લઇને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યા તો નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જવાબ આપતા કહ્યુ હતુ કે આવો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. ભાજપ ખોટું બોલી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ‘ઓક્સિજન ઓડિટ પેનલ’ નાં સભ્યોએ કોઈપણ રિપોર્ટને લીલીઝંડી આપી નથી. હજી સુધી આવો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. ભાજપ પર જૂઠ્ઠાણું બોલવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને અતિશયોક્તિ કરવાનો દાવો કરીને ભાજપે એક અહેવાલ તૈયાર કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, અમે ઓડિટ સમિતિનાં ઘણા સભ્યો સાથે વાત કરી, દરેક કહે છે કે તેઓએ કોઈ અહેવાલ પર સહી કરી નથી. હું ભાજપ નેતાઓને પડકાર આપુ છું કે રિપોર્ટ બહાર લઇને આવે જેને ઓક્સિજન ઓડિટ સમિતિનાં સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ આખો મામલો હજી સુપ્રીમ કોર્ટમાં છે, તેથી આવુ કાવતરું ન થવું જાેઈએ.
ભાજપનાં નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિનાં અહેવાલને ટાંકીને કહ્યું છે કે,
જ્યારે કોરોના મહામારી ચરમસીમાએ હતી, ત્યારે કેજરીવાલ સરકારે દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાત કરતાં ચાર ગણી વધારે માંગ કરી હતી. ઓક્સિજનની જરૂરિયાત માત્ર ૨૮૯ મેટ્રિક ટન હતી, પરંતુ કેજરીવાલ સરકારે ૧૧૪૦ મેટ્રિક ટનથી ચાર ગણી માંગ કરી હતી.