ઓક્સિજન સમયસર પહોંચાડવા એમેઝોન-ઝોમેટોની મદદ લેવાશે
નવી દિલ્હી, દેશમાં દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ઓક્સિજનની ભારે તંગી વ્યાપી છે. ઓક્સિજનની તંગીના કારણે કોરોનાના અનેક દર્દીઓ દમ તોડી રહ્યા છે. હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો પણ ઓક્સિજનની તંગીના કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ત્યારે ગુરૂગ્રામ પ્રશાસને હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો માટે એક મહત્વનો ર્નિણય લીધો છે. ગુરૂગ્રામમાં હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતોને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા પ્રશાસને એમેઝોન અને ઝોમેટો જેવી કંપનીઓની મદદ લેવાનો ર્નિણય લીધો છે.