ઓગષ્ટમાં તહેવારો નજીક છે ત્યારે… વરસાદ ખેંચાશે તો તેલના ભાવ વધવાની શક્યતા
(પ્રતિનિધિ) અમદાવાદ, ઓગષ્ટ મહિનામાં તહેવારો આવી રહયા છે ત્યારે જ સીંગતેલના ભાવમાં વધારો થઈ રહયો છે અને આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો એકંદરે ભાવ વધારો થશે તેવું અનુમાન વહેપારીઓ લગાવી રહયા છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવોને કારણે મોંઘવારી વધી રહી છે તેવુ સ્પષ્ટ તારણ આર્થિક નિષ્ણાંતો નીકાળી રહયા છે. જાેકે કોરોના કાળમાં લોકોએ ખરીદી ઘટાડી દીધી છે જરૂરિયાત મુજબનું ખરીદી રહયા છે.
દરમિયાનમાં ખાદ્યતેલોના ભાવમાં આગામી દિવસોમાં થોડીગણી વધઘટ જાેવા મળશે તેવુ અનુમાન વર્ષોથી વહેપાર કરતા શિવમ ઓઈલ ટ્રેડર્સના પરેશભાઈ રાવલનું જણાવવુ હતુ. ખાસ તો વરસાદ ખેંચાય તો કેટલેક અંશે વધારો થઈ શકે છે પરંતુ આ ભાવ વધારો તોતિંગ નહી હોય. પહેલા જેમ ડબ્બાનો ભાવ રૂ.ર૮૦૦ સુધી પહોંચ્યો હતો તેવુ થશે નહી. પ૦ થી ૧૦૦ રૂપિયા સુધીની વધઘટ જાેવા મળે તેવી સંભાવના છે.
કોરોનાને કારણે લોકો હવે જરૂરિયાત જેટલી જ ખરીદી કરી રહયા છે. તેલ ખરીદવામાં પણ આ વાત લાગુ પડી રહી છે એક લીટરથી વાત પતતી હોય તો કોઈ પાંચ લીટર ખરીદી કરતુ નથી. બીજી તરફ પહેલા જેમ લોકો સીઝનના ડબા ભરી દેતા હતા તેવુ કોરોનાના સમયમાં જાેવા મળતુ નથી સીઝન દરમિયાન એક સાથે ડબ્બાની ખરીદી કરતા ગ્રાહકોમાં પ૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
હવે નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં સીઝન આવે ત્યારે કેવુ વાતાવરણ તેના પર વહેપારીઓ નજર રાખીને બેઠા છે તો કોરોનાને લીધે હજુ સુધી જાેઈએ તેવુ માર્કેટ પકડાયુ નથી. જરૂરિયાત મુજબ ખરીદી થાય છે પણ હજુ સુધી માર્કેટે સ્પીડ પકડી નથી.