Western Times News

Gujarati News

ઓગષ્ટમાં ભારત સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ હશે

નવીદિલ્હી: ૧ ઓગસ્ટથી આવનાર એક મહિના સુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવવાની છે. ભારત પોતાની અધ્યક્ષતા હેઠળ સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપના અને આતંકવાદ પર આકરો પ્રહાર કરવા માટે તૈયાર રહેશે. મહાસભા અધ્યક્ષના કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર, ભારતનાં રાજદૂત ટીએસ તીરુમૂર્તિએ યુએન મહાસભા પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમિયાન થનાર ગતિવિધિથી વાકેફ કરાવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રમાં હાલમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત તરીકે ટી. એસ. તીરુમૂર્તિ છે તેમણે ભારતને અધ્યક્ષતા મળવાના સંદર્ભે કહ્યું હતું કે ભારત માટે આ એક વિશેષ સમ્માનની બાબત છે અને વધારે મહત્વની વાત એ પણ છે કે ભારત આ જ મહિને પોતાનો ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ મનાવવા જય રહ્યો છે. સોમવારે એટલે કે ૨ ઓગસ્ટના દિવસે ભારતનો અધ્યક્ષપદે પ્રથમ દિવસ હશે. તિરુમૂર્તિ સંયુક્ત રીતે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યાલયે સંમેલન કરશે એટલે કે અમુક સભ્યો વિડીયોકોન્ફરન્સિંગ થી અને અમુક લોકો ત્યાં હાજર રહીને કાર્યક્રમોંમાં ભાગ લેશે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય તરીકે ભારતનો કાર્યકાળ ૧ જાન્યુઆરી ૨૦૨૧ ના દિવસે શરૂ થયો હતો. આ અસ્થાયી સદસ્ય તરીકે ૨૦૨૧-૨૨ ના ભારતના કાર્યકાળ દરમિયાન ભારતની પ્રથમ અધ્યક્ષતા છે. ભારત આવતા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્રી સુરક્ષા પરિષદના અધ્યક્ષપદે બિરાજશે. આ મહિને અધ્યક્ષ તરીકે ભારત એવા દેશો પાસેથી પણ મદદ લેશે જે પરિષદના સભ્ય તરીકે નથી.

પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિ રક્ષા અને આતંકવાદને રોકવા જેવા વિષયો પર ધ્યાન આપશે. આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે અને કઠોર રણનીતિ બનાવવા પર ધ્યાન આપશે. તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત પરિષદની અંદર અને બહાર આતંકવાદ સામે લડવા પર ભાર આપતું આવ્યું છે. અમે આતંકવાદ સામે લડવાના પ્રયાસો મજબૂત કર્યા છે અને આતંકવાદને પોષણ આપનાર ધન અને તમામ પાસાઓ પર ધ્યાન આપ્યું છે. તો આ બાબતે ઘટતી જાગરૂકતા પર પ્રકાશ પાડવા માટે પ્રયત્નો કર્યા છે.

ટી. એસ. તીરુમૂર્તિએ કહ્યું હતું કે સમુદ્રી સુરક્ષા ભારતની સૌથી મહત્વની પ્રાથમિકતા છે અને સુરક્ષા પરિષદ માટે આ મુદ્દે સમગ્ર વલણ બદલવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે શાંતિરક્ષણનો વિષય અમારી સૌથી લાંબી અને મહત્વની ભાગીદારી જાેતાં મહત્વનો વિષય બની જાય છે. ભારત હંમેશા આતંકવાદ રોકવાના પ્રયાસોને બળ આપતો રહેશે. અને પરિષદ અપરાધીઓને સજા મળે તે માટે પણ પ્રયત્નશીલ રહેશે.

ટી. એસ. તીરુમૂર્તિએ કહ્યું હતું કે પરિષદમાં ભારત છેલ્લા સાત મહિનાના કાર્યકાળ દરમિયાન વિભિન્ન મુદ્દે દૂરંદેશી બતાવી ચૂક્યું છે અને સક્રિય ભાગ પણ લીધો છે. હવે અમે અમારી પ્રથમિક્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજદૂતે કહ્યું હતું કે અમે પરિષદની અંદર વિભિન્ન વિચારધારાઓ વચ્ચે અંતર ઓછું કરવા માટે પ્રયત્નશીલ છીએ કયાર્ન કે પરિષદ પાસે ઘણા મહત્વના મુદ્દાઓ છે જેમાં એકમતે ચર્ચા કરવાની અને પગલાં લેવાની જરૂર છે અને હવે અમારી અધ્યક્ષતામાં પણ અમે એવા જ પ્રયત્નો કરતાં રહીશું કે જેનાથી સમસ્યાઓનું સમાધાન લાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.