ઓગષ્ટ મહિનો શરૂ થતા જ બજારમાં ઠેર ઠેર ‘ડીસ્કાઉન્ટ’ ના પાટીયા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઓગષ્ટ મહિનો શરૂ થતાં જ અમદાવાદમાં જુદી જુદી ચીજ વસ્તુઓના વેચાણ માટેના ‘ડીસ્કાઉન્ટ’ના પાટીયા લાગી ગયા છે. ખાસ કરીને કપડા, બૂટ-ચંપલ, તથા અન્ય બજારોમાં ર૦ થી પ૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. તો અમુક જગ્યાએ અપ ટુ ૭૦ ટકા સુધી બમ્પર ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. બીજી તરફ ‘બળેવ’ નજીક આવતા જ સાડીઓના સેલની ભરમાર શરૂ થઈ ગઈ છે.
કોરોનાને કારણે ગયા વર્ષે તો સ્થિતિ ખરાબ હતી. આ વખતે માર્કેટમાં થોડો સુધારો થયો છે ત્યારે ઓગષ્ટમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ધરાકી નીકળશે એવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જાે કે ‘ડીસ્કાઉન્ટ’માં જે ગમતી વસ્તુઓ હોય તના પર જ ડીસ્કાઉન્ટ ઓછું અગર તો હોતુ નથી એવી ફરીયાદ ગ્રાહકો કરી રહ્યા છે. ગયા વર્ષે વેચાણ ઓછુ હતુ તેથી આ વર્ષે ઓગષ્ટથી જ દિવાળી સુધીનો સમય છે.
પણ સૌ કોઈને કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. જાે કોરોનાની ત્રીજી લહેર આવી તો પરિસ્થિતિ શું થશે? એ પ્રશ્નને લઈને વેપારીઓ ચિંતીત છે. રક્ષાબંધન પર્વમાં કાડપ બજારવાળાને ગ્રાહકો આવશે એવી આશા છે. ખાસ કરીને સાડી-તૈયાર ડ્રેસ-કુર્તી તથા મટીરીયલ્સના વેચાણનું માર્કેટ ખુલશે એમ માનીને વેપારીઓ ચાલી રહ્યા છે.
તો ચોમાસાનુૃ જાેર ઓછુ થતાં બુટ ચંપલ તથા બ્રાંડેડ શુઝ ખરીદવા તરફ નાગરીકો વળશે તેમ મનાઈ રહ્યુ છે. તો ઓફલાઈનની સાથે ઓનલાઈન ખરીદી વધે તે માટે જાયન્ટ કંપનીઓ મેદાનમાં આવી ગઈ છે. ઓનલાઈન માલસામાનનુ વેચાણ અને હોમડીલીવરીનું કામ કરતી કંપનીઓએ ડીસ્કાઉન્ટ સેલ અમલમાં મુક્યા છે.
ખાસ કરીને યુવાવર્ગ ઓનલાઈન ખરીદી તરફ વધારે વળ્યો છે. બ્રાંડેડ ચીજવસ્તુઓની ખરીદી માટે યુથ ઓનલાઈનને મહત્ત્વ આપી રહ્યુ છે. અને તેથી જ ઓફલાઈન ખરીદીને જબરજસ્ત ફટકો પડી રહ્યો છે.તેમ છતાં વેપારીઓ માને છે કે અમુક ચીજવસ્તુઓની નજર સમક્ષ જાેયા પછી જ ખરીદી કરવાનં વિચારતો વર્ગ પણ વિશાળ છે. બીજી તરફ મોટા-મોટા મોલ્સની અંદર પણ તમામ વર્ગને પોષાય એ પ્રમાણે ચીજવસ્તુઓનું વેચાણ થાય છે.
અહીંયા બ્રાંડેડ કંપનીઓની વસ્તુઓ પર ખાસ્સુ એવુું ડીસ્કાઉન્ટ અપાતુ હોય છે. ટૂંકમાં ઓગષ્ટ મહિનો એટલે તહેવારોની શરૂઆત. આ મહિનાથી માર્કેટમાં ધરાકીનો પ્રારંભ થતો હોય છે. વેપારીઓ પણ ઓગષ્ટ મહિનો શુકનવંતો સાબિત થાય એવું ઈચ્છી રહ્યા છે.