ઓગસ્ટ મહિનામાં પણ જીએસટીની આવક ૧ લાખ કરોડને પાર કરી ગઇ
નવીદિલ્હી, કોરોના મહામારીમાં દુનિયાભરના અર્થતંત્ર પાંગળા થઇ ગયા હતા એટલે વેપાર ધંધાને ભારે નુકશાન થયું હતું. ભારતમાં પણ બિઝનેસને અસર થવાને કારણે જીએસટીના આંકડા પર અસર થઇ હતી.પરંતુ નાણાં મંત્રાલયે ઓગસ્ટ ૨૦૨૧ના જીએસટી કલેક્શનનના જે આંકડા જાહેર કર્યા છે તે પ્રોત્સાહક છે અને તેના પરથી લાગે છે કે અર્થતંત્રની ગાડી પાટા પર ચઢી ગઇ છે.
ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શનના સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષના જુલાઇ મહિના પછી ઓગસ્ટ મહિનામાં પણ જીએસટીની આવક ૧ લાખ કરોડને પાર કરી ગઇ છે. નાણાં મંત્રાલયે જારી કરેલી પ્રેસનોટમાં કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં જીએસટીની આવક ૧.૧૨ લાખ કરોડ રૂપિયા કરતા વધારે રહી છે. જાે કે જુલાઇ મહિનામાં જીએસટીની આવક કરતા ઓગસ્ટ મહિનાનો આંકડો ઓછો છે. જુલાઇ ૨૦૨૧માં જીએસટીની આવક ૧.૧૬ લાખ કરોડ રૂપિયા હતી. જાે કે ગયા વર્ષે આ સમયગાળાની સરખામણી કરીએ તો ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન ૩૦ ટકા વધ્યું છે. વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ મહિનામાં ૮૬,૪૪૯ કરોડ રૂપિયાની આવક થઇ હતી.
નાણાં મંત્રાલયે એક ટવીટમાં કહ્યું કે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં જીએસટીના આંકડા ૧ લાખને કાર કરી ગયા, એ બતાવે છે કે અર્થવ્યવસ્થા ઝડપથી રિકવર થઇ રહી છે. સરકારી આંકડા મુજબ ઓગસ્ટ ૨૦૨૧માં જીએસટી રેવેન્યૂ કલેક્શન ૧,૧૨,૦૨૦ કરોડ રૂપિયા થયું છે.
જેમાંથી સેન્ટ્રલ જીએસટી રૂપિયા ૨૦,૫૨૨ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી ૨૬૬૦૫ કરોડ રૂપિયા, ઇન્ટરનેશનલ જીએસટી વસ્તુઓની આયાત પર ભેગી થયેલી ૨૬૮૮૪ કરોડની રકમ સહિત) રૂપિયા ૫૬, ૨૪૭ કરોડ રૂપિયા અને વસ્તુઓની આયાત રક ભેગી થયેલી રૂપિયા ૬૪૬ કરોડ સહિત) રૂપિયા ૮૬૪૫ કરોડ રૂપિયા થઇ છે.સરકાર જીએસટીમાંથી ૨૩૦૪૩ કરોડ રૂપિયાની સીજીએસટી અને ૧૯,૧૩૯ કરોડ રૂપિયાનો એસજીએસટી રાજ્યોને આપશે.
નાણાં મંત્રાલયે કહ્યું કે ઓગસ્ટ ૨૦૨૧ની સરખામણી ગયા વર્ષના ઓગસ્ટ ૨૦૨૦ સાથે કરીએ તો જીએસટી કલેક્શનાં ૩૦ ટકાનો વધારો જણાય છે. વર્ષ ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન ૯૮,૨૦૨ કરોડ રૂપિયા હતુ, જેની સરખામણી એ પણ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં ૧૪ ટકાનો વધારો થયો છે. કોરોના મહામારી પછી જીએસટી કલેક્શન વધ્યું હતુ, પરંતું જૂન ૨૦૨૧માં કોરોનાની બીજી લહેરમાં ૧લાખ કરોડ રૂપિયાથી નીચે ઉતરી ગયું હતું. નાણાં મંત્રાલયે કહ્યું કે આગામી મહિનાઓમાં પણ જીએસટી કલેક્શનના આંકડા પ્રોત્સાહક રહેવાની ધારણાં છે.HS