ઓગસ્ટ મહિનામાં રજાઓની હારમાળા: બેંકોનું કામકાજ ૧૧ દિવસ બંધ રહેશે
મુંબઈ, ઓગસ્ટ મહિના પાંચ રવિવારની સાથે અનેક તહેવારો હોવાના લીધે ૩૧ દિવસમાંથી ૧૧ દિવસ બેંક બંધ રહેવાની છે. તેથી આ ૧૧ દિવસ દરમિયાન બેકિંગ વ્યવહાર પર અસર પડવાની શક્યતા રહેલી છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવતાં હોવાના લીધે આ તહેવારોની ઉજવણી નહીં કરવાની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે ઓગસ્ટ માસમાં ૧૧ દિવસ સુધી બેંક બંધ રહેવાની છે. કારણ કે પાંચ રવિવાર, બીજાે-ચોથો શનિવાર ઉપરાંત છ તહેવારો આવે છે. તેમાં ૧ તારીખને શનિવારે બકરી ઈદ નિમિત્તે બેંક બંધ રહેશે. તે જ પ્રમાણે બીજી તારીખે રવિવાર અને સોમવારે રક્ષાબંધન છે.
૮મીને શનિવાર અને ૯મીને રવિવાર ઉપરાંત ૧૨મીને બુધવારે જન્માષ્ટમીની રજા રહેશે. ૧૪ ઓગસ્ટને શનિવાર તથા ૧૬મીને રવિવારની જાહેર રજા હોવાથી બેંક બંધ રહેશે. ૨૨ અને ૨૩ ઓગસ્ટ ચોથા શનિ-રવિની રજા છે. તેજ પ્રમાણએ ૩૦મીએ રવિવારની રજા છે. ઓગસ્ટ મહિનામાં ૧૧ દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહેવાને કારણે ચેક ક્લિયરિંગ થવામાં વેપારીઓએ હવે રાહ જાેવી પડશે. જાેકે કોરોનાને કારણે હાલ પણ બેકિંગ કામકાજ બહુ ઓછું જ થઈ રહ્યું હોવાથી ૧૧ દિવસ બેંક બંધ રહેવા છતાં વેપારીઓને તકલીફ નહીં પડે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે.