ઓચ્છણ ગામે દુકાન સળગાવી દેવાના પ્રયાસમાં 11 વિધર્મીઓ સામે ગુનો દાખલ
વાગરા પોલીસે ૧૧ લોકો સામે રાયોટીંગ, જાનથી મારી નાંખવાની કોશિશ સહિતના ગંભીર પ્રકારની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસ કાફલો ખડકી દીધો
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામના રામજી મંદિરના પાછળના ભાગે અનાજ કાળીયાના તેમજ બાલાજી જનરલ સ્ટોર ચલાવતા હોય અને ગામના વિધર્મી યુવકો દુકાન નજીક ગાળા ગાળી કરતા તેમને ટોકતા ઉશ્કેરાયેલા વિધર્મીના
ટોળાએ સળગતા કાંકરા દુકાનમાં નાંખતા કોથળા અને પુઠ્ઠાં સળગી ઉઠતા અને આ કાફિરોને સળગાવી દો કહી ધીંગાણું કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી મામલાને કાબુમાં લઈ ૧૧ લોકો સામે ગુનો દાખલ કરી હુમલાખોરો ની ઘરપકડ કરવાની કવાયત કરી હતી.
વાગરા પોલીસ મથકમાં ફરિયાદી કિશનભાઈ કૈલાશચંદ્ર કુમાવત ઉ.વ.૨૫ નાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમને આક્ષેપ કર્યા છે કે બે વર્ષથી મારી પત્ની પૂજા સાથે રહુ છું અને ઓચ્છણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટ્રી ધર્મેન્દ્રસિંહ રણાઓ ને મળી મંદિરના નીચેના ભાગે પાછળ તરફ ખંડમાં અનાજ,કરીયાંના તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવીએ છીએ
અને આજુબાજુમાં રહેતા મારે ત્યાં દુકાને આવતા ગ્રાહકોને સારી રીતે ઓળખું છું જેમાં ઓચ્છણ વાંટા ફળિયામાં રહેતા અબ્દુલ મહંમદ પટેલના છોકરાઓ અમારી દુકાને આવી બારોબાર ચોકલેટની બરણીઓ કાઢી તેમની જાતે જ દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા અને રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં હું તથા મારી પત્ની દુકાને હાજર હતા
તે દરમ્યાન અબ્દુલ પટેલનો છોકરો તલ્હા તથા તેહજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા જોર જોરથી ગાળો બોલતા હોય એટલે મેં તેમને ટોકેલ અહીંયા લેડીઝ સાંભળે તે રીતે ગાળો ન બોલવા ટોકતા બંને છોકરાઓએ ગાળો બોલી અન્ય લોકોને ભેગા કરી અંદાજે ૧૫ થી ૨૦ જેટલાનું ટોળું ધસી આવી ગાળો બોલી આ કાફિરોને મારો સાલાઓને બહાર થી આવીને દાદાગીરી કરે છે તેમ કહી હુમલો કર્યો હતો
અને તકરારમાં ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી શર્ટના બટન તોડી નાંખી પથ્થરો નાંખી હુમલો કરી સળગતો કાંકરો લઈને આવી આ કાફિરોને સળગાવી દોતેમ કહી આગ ચંપીનો પ્રયાસ કરતા કોથળા અને પુઠ્ઠા સળગી ઉઠતા ગભરાયેલા ઈજાગ્રસ્તોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી મામલાને થાળે પાડી ઈજાગ્રસ્તોની ફરિયાદ લઈ
જાવીદ આદમ પટેલ,હુજેફ જાકીર પટેલ,મુસ્તાક મહમદ પટેલ,સઈદ મહમદ પટેલ,તસ્લીમા અબ્દુલ પટેલ,સબીના મુસ્તાક પટેલ, ફિરોજ મુસ્તાક પટેલ,રિયાઝ મુસ્તાક પટેલ,અબ્દુલ મહમદ પટેલ,તલ્હા અબ્દુલ પટેલ,તેહજીબ અબ્દુલ પટેલ તમામ રહે ઓચ્છણ વાગરાનાઓ સામે આઈપીસીની કલમ ૧૪૩,૧૪૭,૧૪૯, ૩૨૩,૨૩૭, ૪૩૬,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરાયો છે.
અબ્દુલ પટેલના છોકરાઓ દુકાન નજીક ગાળા ગાળી કરતા હોય તે બાબતે ટોકતા તેમના છોકરાઓ તથા અન્ય લોકોએ દોડી આવી એક સંપ થઈ મંડળી બનાવી દુકાનમાં સળગતો કાંકરો નાંખી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હોય જે બાબતે પોલીસને માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી મામલા ઉપર કંટ્રોલ મેળવ્યો હતો
અને હુમલાખોરોને ઝડપી પાડયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હાલ સ્થળ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હોવાનું ડીવાયએસપી પી એલ ચૌધરીએ જણાવ્યું હતું.