ઓછા જમીન વિસ્તારમાં કેપ્સીકમ મરચાંનું હાઇબ્રીડ બીજ ઉત્પાદનની ખેતી
મહીસાગર જિલ્લાનાં લુણાવાડા તાલુકાના ધામણીયા ગામનાં પ્રગતિશીલ ખેડૂત રમેશભાઇ હીરાભાઇ વણકરતેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં હાઇબ્રીડબીજ ઉત્પાદન માટે બાગાયત વિભાગની અર્ધ પાકામંડપ બનાવવાની યોજના તેમજ ટપક સિંચાઇ યોજનાનો લાભ લઇ વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
સરકારશ્રી દ્વારા યોજાતા કૃષિ મેળામાં ભાગ લઇ બાગાયત વિભાગનું માર્ગદર્શન મેળવી ઉત્સાહી પ્રગતિશીલ ખેડૂતે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની જગ્યાએઆધુનિક હાઇબ્રીડબીજ ઉત્પાદનની નવીન ખેતી તરફ વળ્યાં છે. કૃષિ વિભાગ અને બાગાયત વિભાગના માર્ગદર્શનથી ખેતીલક્ષી વિવિધ જાણકારી મેળવી વૈજ્ઞાનિક પધ્ધતિથી હાઇબ્રીડ બીજ ઉત્પાદનની ખેતી કરવાની પ્રેરણાં મળી.જેમાં તેઓએ જરૂર મુજબના બીજના જથ્થા સાથે ઉચ્ચ ગુણવત્તા વાળા કેપ્સીકમ મરચાં ના બિયારણ ને યોગ્ય સમયે વાવણી કરી સમયસર પિયત અને ખાતર વ્યવસ્થાપન, સમયસરનિંદામણ અને આંતરખેડ કરી ખુબ માવજત પૂર્વક ખેતી કરીનેકેપ્સીકમ મરચાંનુંહાઇબ્રીડ બીજ ઉત્પાદન મેળવશે.
ગત વર્ષે રમેશભાઇએ બાગાયત વિભાગના ઘટક હાઇબ્રીડ બીજ ઉત્પા
દન ટામેટા પાકની વેલાવાળા ખેતી માટે અર્ધ પાકા મંડપ બનાવી ૬૦ ગુંઠામાં રૂા. એક લાખનો ખર્ચ થયો હતો. જેમાં તેમને રૂા.૧.૯૫ લાખની આવક અને બાગાયત વિભાગ તરફથી ૩૦ થી ૩૫ હજારની સહાય મળી હતી. આ ખેતીને આ વર્ષે આગળ વધારતા તેઓએ ૧૦ ગુંઠામાં કેપ્સીકમ મરચાંનું હાઇબ્રીડ બીજ ઉત્પાદન કરવાનું આયોજન કર્યું છે. જેમાં તેમને સારો એવો નફો મળશે. હાઇબ્રીડ કેપ્સીકમ મરચાંનું બીજ ઉત્પાદનપાકમાંનર અને માદા ફુલોના સંકરણથી જે બીજ તૈયાર થાય છે તે સારી ગુણવત્તાવાળું બિયારણ ઉત્પન્ન થવાથી આવક અનેક ગણી થશે.
રમેશભાઇએ જણાવ્યું કે ઓછા જમીન વિસ્તારમાં ઓછી મહેનતે, ઓછા ખર્ચે અને ટૂંકા ગાળાવાળીઆધુનિક ખેતી પધ્ધતિથી૧ કિગ્રા ના રૂા.૯,૦૦૦/- રૂપિયા મળે તેવુંકેપ્સીકમ મરચાંનુંહાઇબ્રીડબીજ ઉત્પાદન કરી ઓછી જમીનમાં વધારે આવક મેળવી શકાશે તેમણે ૧૦ ગુંઠા જમીનમાંથીઅંદાજે રૂા.બે લાખની આવક મેળવશે.સરકારની સહાય થી મેળવેલ ટપક સિંચાઇ પધ્ધતિથી પાણીનો બચાવ તથા નિંદામણ અને જંતુનાશક દવાઓના ઓછા વપરાશથીખેત ઉત્પાદનમાં વધારો કર્યો છે.
રમેશભાઇનીકેપ્સીકમ મરચાંનુંહાઇબ્રીડ બીજ ઉત્પાદનની ખેતી પધ્ધતિની કામગીરી જોઈ તેમના ગામના તથા અન્ય ગામના ખેડુતો પણ આવીઆધુનિકખેતી કરવા માટે પ્રેરણા મળી છે