ઓછી કે વધુ ઠંડી લાગવી તેના પાછળ વૈજ્ઞાનિક કારણો
નવી દિલ્હી, શિયાળામાં ઠંડી લાગવી સામાન્ય વાત છે, પરંતુ ઘણા લોકોને આ ઋતુમાં ઠંડી ખૂબ જ લાગે છે. નિષ્ણાતોના મતે કોઈને ઠંડી વધુ લાગવી અને કોઈને ઓછી લાગવી તેના પાછળ પણ વૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે.
સુસવાટા મારતા પવન, હાડ થીવતી ઠંડી અને ધ્રુજારી મારતું શરીર હોય એટલે સમજી લેવું શિયાળો બરાબરની જમાવટ કરી છે. કાતિલ ઠંડીમાં કેટલીક વખતે લોકોની જીવ જવાની પણ ઘટના બનતી હોય છે. ત્યારે આજે જાણીશું કે આખરે આપણને આટલી બધી ઠંડી લાગે છે કેમ.
ઠંડી લાગવા પાછળનું કારણ શું છે અને શરીરી ઠંડી સામે કેવી રીતે રક્ષણ મેળવે છે. શિયાળાનું નામ લેતા શરીરમાં ઠંડી ચડવા લાગે છે. કોઈને ઓછી લાગે છે તો કોઈક તો ઠંડીના લીધે ધ્રુજવા માંડે છે. ક્યારેક તો ઠંડીને કારણે આંગળીઓ સુન્ન થઈ જાય છે.
નિષ્ણાતોના મતે તમને ઠંડી વધુ લાગે છે કે ઓછી તેના માટે તમારા આહાર, જીવનશૈલી અને શરીરની આંતરિક ક્ષમતા કારણ ભૂત હોય છે. ઠંડી સૌ પ્રથમ ત્વચા પર અનુભવાય છે.
જેના કારણે રડવું આવે છે અને ક્યારેક આંગળીઓ પણ સુન્ન થઈ જાય છે. જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે, ત્યારે શરીરનું પ્રથમ રક્ષણાત્મક વર્તુળ એટલે કે ત્વચા તેને અનુભવે છે. ત્વચાની નીચે હાજર થર્મો-રિસેપ્ટર ચેતા તરંગોના સ્વરૂપમાં મગજને સંદેશો મોકલે છે. જેના કારણે વ્યક્તિ ઠંડી અનુભવે છે.
ઠંડીનું સ્તર અને તીવ્રતા અલગ અલગ લોકો માટે જુદી હોય શકે છે. ત્વચામાંથી નીકળતા તરંગો મગજના હાયપોથેલેમસ સુધી પહોંચે છે. હાયપોથેલેમસ શરીરના આંતરિક તાપમાન અને પર્યાવરણને સંતુલિત કરે છે. સંતુલિત થવાની પ્રક્રિયામાં વાળ ઉભા થાય છે અને સ્નાયુઓ સંકોચવા લાગે છે.
ઠંડીનો પારો ખુબ જ વધી જાય ત્યારે શરીર થીજવા લાગે છે. જેને હાયપોથેલેમસ કહેવામાં આવે છે. હાયપોથેલેમસ શરીરના નર્વસ સિસ્ટમને સંદેશા મોકલે છે કારણ કે આપણું શરીર તાપમાનમાં ઘટાડો સહન કરી શકતું નથી. નિષ્ણાતોના મતે જાે તાપમાન ખૂબ નીચું જાય છે તો શરીરના ઘણા ભાગો કામ કરવાનું બંધ કરી દે છે. વધારે પડતી ઠંડીથી મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
હાયપોથર્મિયાની સ્થિતિ મૃત્યુ તરફ પણ દોરી શકે છે. તમારી ત્વચાને ઠંડી લાગે છે પરંતુ મગજ શરીરની અંદરના તાપમાનને ઘટતું અટકાવે છે. મગજ આખા શરીરને ચેતવણી આપે છે કે તાપમાન ઘટી રહ્યું છે તમારે તાપમાનને સંતુલિત કરવું પડશે. આવી સ્થિતિમાં તમામ અંગો સ્નાયુઓ તેમની કામ કરવાની ગતિ ધીમી કરી દે છે. ઠંડીમાં ધીમા કામ કરતા અંગો વધુ મેટાબોલિક ગરમી ઉત્પન્ન કરે છે. જેના કારણે શરીરમાં અચાનક ધ્રુજારી આવે છે.
ધ્રુજારીનો અર્થ એ છે કે તમારું શરીર અંદરના તાપમાનને બહારના તાપમાન સાથે સંતુલિત કરી રહ્યું છે. જ્યારે આપણે વારંવાર ઠંડા તાપમાનનો સામનો કરીએ છીએ, ત્યારે આપણું શરીર તરત જ તે મુજબ સંતુલિત થવાનું શરૂ કરે છે. અભ્યાસ મુજબ લિંગ, ઉંમર અને જીન્સ પણ તેના પર ર્નિભર કરે છે કે વ્યક્તિને કેટલી ઠંડી લાગશે.SSS