ઓછી ફી, સસ્તા ગેજેટોની યંગ ઈન્ડિયાની માંગણી છે

File Photo
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામન પાંચમી જુલાઇના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. બજેટ પાસેથી જુદા જુદા વર્ગના લોકો ભારે અપેક્ષા રાખી રહ્યા છે. યંગ ઈન્ડિયામા ઇચ્છા શું છે તે જાણવાના પ્રયાસ કરવામાં આવતા ઘણી બાબતો જાણવા મળી છે. મોટાભાગના યુવા પેઢીના લોકો બજેટમાં એજ્યુકેશન ફીમાં ઘટાડો કરવા, ઇલેક્ટ્રોનિક ગેજેટ સસ્તા કરવા અને રોજગારી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની ઇચ્છા રાખે છે. ઘણા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો જે બજેટને લઇને વાત કરી ચુક્યા છે
તેમની ઇચ્છા છે કે, તેઓ એમ ઇચ્છે છે કે, જેટલી યૂથ ઓરિયેન્ટેડ બજેટ અથવા તો યુવાલક્ષી બજેટ રજૂ કરે જેમાં ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જતાં વિદ્યાર્થીઓને મદદરુપ થાય તે પ્રકારના પગલા જાહેર કરવામાં આવે. આ ઉપરાંત દેશમાં ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયાની પહેલને સફળ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ સસ્તા કરવામાં આવે તેવી ઇચ્છા પણ રાખે છે.
હાલમાં દેશમાં ૪૭.૮ ટકા વસ્તી ૨૯ વર્ષથી પણ નીચેની છે. આવી સ્થિતિમાં આગામી ત્રણ વર્ષના ગાળામાં વર્લ્ડમાં વર્કફોર્સ પૈકી ૨૦ ટકા સંખ્યા ભારતની રહેશે. ઘણા ભારતીય યુવકો અને યુવતીઓ ઇચ્છે છે કે, સંશાધનોને યુવાનોમાં કઇ રીતે એનર્જીમાં લાવવામાં આવે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જાઇએ. વારાણસીમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીનું કહેવું છે કે, સરકાર એવા કોઇ પગલા જાહેર કરે જેના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થઇ શકે. ઉંચી શિક્ષણ ફીના કારણે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિમાં ફી માળખાને સામાન્ય બનાવાની દીશામાં પહેલ થવી જાઇએ.
વિદ્યાર્થીનું કહેવું છે કે, ઘણી વખત હોશિંયાર વિદ્યાર્થીઓ પણ નાણાના અભાવે આગળ અભ્યાસ કરી શકતા નથી જેથી જેટલી આના પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અમારી ઇચ્છા છે. બીજી બાજુ કેટલાક બેંકરો માને છે કે, સરકારે ટેક્સમાં કાપ મુકવા જાઇએ અને લોકલક્ષી બજેટ રજૂ કરવું જાઇએ. તમામ બાબત ટેક્સ ઉપર આધારિત રહે છે. મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ડિજિટલ અને કેસલેસની દિશામાં આગળ વધી રહી છે
ત્યારે ગેજેટ પોષાય તેવી કિંમતમાં મળે તે જરૂરી છે. ભારત એજ વખતે ડિજિટલ બની શકે છે જ્યારે દરેક વ્યક્તિ સ્માર્ટ ફોન અથવા તો ઇન્ટરનેટ પોષાય તેવા રેટમાં મેળવી શકે. સરકારે સબસિડી આપવી જાઇએ અથવા તો કિંમતોમાં ઘટાડો કરવો જાઇએ. આઈટી પ્રોફેશનલોનું કહેવું છે કે, સરકારે સ્કીલ આધારિત સ્કીમ જાહેર કરવી જાઇએ જેથી ડિજિટલ ઈન્ડિયા શક્ય બની શકે.
બજેટને લઇને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ અને ઉત્સુકતા છે. લોકસભાની ચૂંટણી હાલમાં યોજાઇ ગઇ હતી. જેમાં મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યોહતો. ભાજપે એકલા હાથે ૩૦૩ સીટો જીતીને નવો ઇતિહાસ સર્જી દીધો હતો. હવે લોકોની અપેક્ષા વધી રહી છે. સરકારને પણ વિશ્વાસ ટકાવી રાખવા માટે નવી નવી પહેલ કરવી પડશે.