Western Times News

Gujarati News

ઓટોપાયલટ મોડમાં ચાલતી કારમાં મહિલાએ સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો

વોશિંગ્ટન, અમેરિકામાં ચાલુ ટેસ્લા કારમાં એક બાળકીનો જન્મ થયો. આવો કેસ અત્યાર સુધી દુનિયામાં પ્રથમવાર આવ્યો છે. આ કેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જન્મ વખતે કાર ઓટોપાયલટ પર ચાલતી હતી. આ કપલ તેમની દીકરીનો આટલો યાદગાર જન્મ ક્યારેય ભૂલી નહીં શકે.

પેન્સિલવેનિયા રાજ્યમાં રહેતા 33 વર્ષીય ઈરાન શેરી અને તેનો પતિ કેટિંગ શેરી તેમને 3 વર્ષના દીકરાને પ્રી-સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. ઈરાનને પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો જઈ રહ્યા હતા.

ટેસ્લાની કારમાં આ પરિવાર શાંતિથી બેઠો હતો ત્યાં ઈરાનને અચાનક લેબર પેન ઊપડ્યું. ઘરેથી હોસ્પિટલનું અંતર 20 મિનિટનું હતું. એક સમય માટે તો ઈરાન અને કેટિંગ ગભરાઈ ગયા.

લેબર પેન વખતે તેમની કાર ટ્રાફિકમાં ફસાયેલી હતી. એમ્બ્યુલન્સ બોલાવે તો પણ વાર લાગે તેમ હતું. કેટિંગે નેવિગેશન સિસ્ટમ ચાલુ કરીને હોસ્પિટલનું લોકેશન નાખ્યું અને કાર ઓટોપાયલટ પર સ્વીચ કરી.

અસહ્ય દુખાવો થતા ઈરાન બુમમો પાડી રહી હતી, મારે પુશ કરવું કે હોસ્પિટલ આવે ત્યાં સુધી રાહ જોવી? હોસ્પિટલ પહોંચવા આવ્યા ત્યાં સુધીમાં તો બાળક આ દુનિયામાં આવી ગયું હતું. કેટિંગે કહ્યું, ઓહ માય ગોડ, શી ઇઝ આઉટ. ઈરાનની હાલત જોઈને નર્સ દોડી આવી અને કારની ફ્રન્ટશીટ પર જ ગર્ભનાળ કાપી. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ આ ટેસ્લા બેબીને જોવા આવવા લાગ્યા. કપલે તેમની દીકરીનું નામ મિવ લીલી પાડ્યું.

કોઈ પણ મેડિકલ હેલ્પ વગર જન્મેલી મિવ હાલ મોટી થઈ રહી છે. જન્મ સમયે તે એકદમ સ્વસ્થ હતી. ઈરાને કહ્યું, હું ઓટોપાયલટ ફીચર માટે ટેસ્લાના જીનિયસ એન્જિનિયરની આભારી છું. ટેસ્લા કારને લીધે અમે બંને મા-દીકરી સ્વસ્થ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.