ઓટો રિક્ષા પર મસમોટું કંટેનર પડ્યું, ચારનાં મોત

નવીદિલ્હી, દિલ્હીમાં શનિવારની સવારે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. તેમાં ચાર લોકોના મોત પણ થઈ ગયા છે. આઈટીઓની પાસેના રિંગ રોડ પર આ દુર્ઘટના થઈ હતી. એક કંટેનર ઓટો પર પડ્યું હતું. જણાવી દઈએ કે, એક ઓટોમાં ચાર લોકો સવાર હતા. જેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જાેઈએ તો, કંટેનર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. દુર્ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયાં હતા. ઘટનાની જાણકારી મળતા ત્તાત્કાલિક ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી લીધી છે. સાથે જ પોલીસ ડ્રાઈવરની તપાસમાં લાગી ગઈ છે.HS