ઓડિયો ક્લિપ પર FIR: કેન્દ્રીય મંત્રીની પૂછપરછ માટે રાજસ્થાન SOG દિલ્હી રવાના

રાજસ્થાનમાં ગેહલોત સરકાર ઉથલાવવાના આરોપ પર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી અને હું કોઈ પણ તપાસ માટે તૈયાર છું. આ દરમિયાન ગજેન્દ્ર સિંહ શેખાવતની પૂછપરછ માટે રાજસ્થાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દિલ્હી રવાના થઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રી શેખાવતનું કહેવું છે કે, ”ઓડિયો ફેક છે. હું મારવાડી ભાષા બોલુ છું. જ્યારે ઓડિયો ટેપમાં ઝૂંઝનૂ બાજુ વપરાતી ભાષાનો ટચ છે. જે ગજેન્દ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનો કોઈ પદનો ઉલ્લેખ નથી. કોઈ ઠેકાણાં સુદ્ધાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ઓડિયોને મારી-મચડીને તૈયાર કરવામાં આવી શકે છે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, “હું અનેક સંજય જૈનને ઓળખુ છે. આથી મને જાણ કરવામાં આવે કે, ક્યો સંજય જૈન? તેમણે મારા ક્યાં મોબાઈલ નંબર પર વાત કરાવી? બીજી તરફ SOG તરફથી કહેવામાં આવ્યું છે કે, મહેશ જોશીએ ફરિયાદ દાખલ કરાવી છે.”
SOGએ જણાવ્યું કે, ફરિયાદમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભંવરલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દલાલ સંજય જૈન અંદરો-અંદર હોર્સ ટ્રેડિંગની વાત કરી રહ્યાં છે. આ ઓડિયોની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. સંજય જૈનને ગઈકાલે દિવસભર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આજે પણ ફરીથી 10 વાગ્યે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.