ઓડિશાના કિનારે સ્વદેશી લોંગ રેન્જ બોમ્બનું પરીક્ષણ
નવી દિલ્હી, આખરે ભારતે પોતાના દુશ્મનોના દાંત ખાટા કરવા માટે વધુ એક શસ્ત્ર તૈયાર કરી લીધું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનએ ઈન્ડિયન એરફોર્સ સાથેની ભાગીદારીની મદદથી ઓડિશાના કિનારેથી સંપૂર્ણ સ્વદેશી રીતે રીતે વિકસિત લોંગ રેન્જ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યા છે.
સંપૂર્ણ સ્વદેશી રૂપથી બનાવવામાં આવેલા બોમ્બએ સીમાને કવર કરી અને લક્ષ્યને બારીકાઈથી ટાર્ગેટ કર્યું હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટમાંથી મુક્ત થયા પછી લાંબા અંતરનો બોમ્બએ ટાર્ગેટ પર સચોટ રીતે લેન્ડ કર્યું.
બોમ્બને ટ્રેક કરવા માટે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, ટેલિમેટ્રી અને રડાર સહિત વિવિધ રેન્જ સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેન્જ સેન્સર્સ ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં લગાવવામાં આવ્યા હતા. સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. જી સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે મિશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,એલઆરબીના સફળ પરીક્ષણે સિસ્ટમના આ વર્ગની સ્વદેશી વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
લાંબી રેન્જના બોમ્બને હૈદરાબાદમાં ડીઆરડીઓ પ્રયોગશાળા, રિસર્ચ સેન્ટર ઈમરત દ્વારા અન્ય ડીઆરડીઓ પ્રયોગશાળાઓના સહયોગથી ડિઝાઇન અને બનાવવામાં આવ્યો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ, આરએએફ અને સફળ ઉડાન પરિક્ષણમાં સામેલ અન્ય ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે લાંબા અંતરના ગાઈડેડ બોમ્બ ભારતીય સશસ્ત્ર દળો માટે એક શક્તિશાળી બળ સાબિત થશે.SSS