ઓડિશાના જાજપુર જિલ્લામાં એક શાળાના ૯ વિદ્યાર્થી કોરોના થયો

ભુવનેશ્વર, ઓડિશાના જાજપુર જિલ્લામાં એક શાળાના ૯ વિદ્યાર્થી કોરોના થયો છે. જિલ્લાના સીડીએમએ ડો. બિરંચી નારાયણ બારીકેએ જણાવ્યું હતું કે શાળાના ૧૮૨ વિદ્યાર્થી અને ૧૧ શિક્ષકનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ૯ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ મળી આવેલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે.તેમની સારવાર ચાલી રહી છે.
કોરોના અને ડેન્ગ્યુ જેવી મહામારીની સારવાર હવે આયુષ્માન ભારત યોજના હેઠળ થઈ શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે જણાવ્યુ હતું કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કોરોના અને ડેન્ગ્યુ જેવી બીમારીની સારવાર થશે. કેન્દ્રીય મંત્રી પવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.HS