ઓડિશામાં ભારે વરસાદ: હવામાન વિભાગ દ્વારા પ.બંગાળમાં લોકોને સલામત સ્થળે જવા સૂચન

નવીદિલ્હી, બંગાળની ખાડીમાં પ્રવેશ્યા બાદ ચક્રવાત અસાનીએ તેની અસર દેખાડવાનું શરુ કર્યુ છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એકશન ફોર્સે ટીમના લીડર વિવેકાનંદ દાસે કહયું – ઓડિશાના ભદ્રકમાં ભારે વરસાદ શરૂ થયો છે.
આના કારણે આવનારી કોઇપણ મુશ્કેલીનો સામનો કરવા માટે ટીમ ભદ્રક પહોંચી ગઇ છે. અહીંથી ૧૧ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. બંગાળમાં ઉત્તર ૨૪ પરગણા, કોલકાતા અને સુંદરવનના વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે. બંગાળની તમામ ટૂંકી ફલાઇટસ રદ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં તોફાનના ખતરાને જાેતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. મમતા બેનર્જી સચિવાલયથી ચક્રવાત અસાનીનું નિરીક્ષણ કરશે. રવિવારે હવામાનશાસ્ત્ર કેન્દ્ર કોલકાતાએ આશંકા વ્યકત કરી હતી કે અંતિમ સમયમાં તોફાનની દિશા બદલાઇ શકે છે અને તે બંગાળના દરિયાકાંઠે અથડાઇ શકે છે.
ભારતીય હવામાન વિભાગએ ઓડિશા બંગાળ અને આંધપ્રદેશમાં તોફાની વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. એફઆઇટીએ લોકોને સલામત સ્થળે આશરો લેવા જણાવ્યું છે. કઝં ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહયું – આવતીકાલે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જાે કે આગામી ૪૮ કલાકમાં તોફાન નબળું પડવાની પણ શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત અસાનીની અસર આંદમાન અને નિકોબારથી લગભગ ૬૧૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી ૫૦૦ કિમી પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમથી ૮૧૦ કિમી દિક્ષણ-પૂર્વમાં અને પુરીના ૮૮૦ કિમી દિક્ષણ-દિક્ષણપૂર્વમાં સૌથી વધુ જાેવા મળશે. ચંદીગઢના હવામાન વિભાગના નિદેશક મનમોહન સિંહે કહયું કે આ વાવાઝોડાની અસર ઉત્તર ભારતમાં નથી.
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાનું એલર્ટ કઝં કોલકાતાએ પશ્ચિમ બંગાળના હાવડા, કોલકાતા, હુગલી અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. વાવાઝોડા દરમિયાન લોકોને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઓડિશાના ચાર બંદરો ડેન્જર ઝોન જાહેર ઓડિશાના રાહત કમિશનર પી કે જેનાએ જણાવ્યું કે રાજયના ૪ બંદરો પારાદીપ, ગોપાલપુર, ધમરા અને પુરીને ડેન્જર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં એનડીઆરએફ અને ઓડીએઆરએફ તૈનાત કરવામાં આવ્યા છે. અમે દરિયાઇ વિસ્તારોમાં તમામ માછીમારોને ચેતવણી જારી કરી છે.HS