ઓડિશામાં ૪૦ લાખનું બ્રાઉન સુગર સાથે એક આરોપી ઝડપાયો
ભુવનેશ્વર: ઓડિશાના મયુરભંજ જિલ્લામાં પોલીસે ૪૦ લાખ રૂપિયાની બ્રાઉન સુગર મળી. પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યું કે ૪૧૩ ગ્રામ બ્રાઉન સુગર કબજે કરવામાં આવી છે.
મયુરભંજ પોલીસ અધિક્ષક (એસપી) સ્મિથ પરમારે જણાવ્યું હતું કે આ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસ મુજબ બ્રાઉન સુગર પશ્ચિમ બંગાળની કોઈ જગ્યાએથી લાવવામાં આવી હતી.
બારીપાડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઓડિશામાં માદક દ્રવ્યોની દાણચોરીના કેસો વારંવાર જાેવા મળે છે. અગાઉ પોલીસે રાજધાની ભુવનેશ્વરની સીમમાં ૫૦ લાખ રૂપિયાની બ્રાઉન સુગર જપ્ત કરી હતી. તે જ સમયે, ગયા વર્ષે નવેમ્બરમાં, બાલાસોર જિલ્લામાં એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની ૧.૧૦ કિલો બ્રાઉન સુગર મળી આવી હતી.