ઓડિશામાં ૫૦૦ વર્ષ જૂનું વિષ્ણુ મંદિર નદીમાંથી બહાર આવ્યું
નદીએ વહેણ બદલતાં ગામો ડૂબી ગયા હતા-પદ્માવતી નદીની આસપાસ ગામમાં અનેક મંદિરો હતા
નવી દિલ્હી, ઓડિશાના નાયગમાં ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજની પુરાત¥વવિદોની ટીમે પદ્માવતી નદીની અંદર ૫૦૦ વર્ષ જૂના ભગવાન વિષ્ણુના મંદિરની શોધ કરી છે. અચાનક મંદિરનો ઉપરનો ભાગ નદીની અંદરથી દેખાવા લાગ્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પુરાત¥વ વિભાગની ટીમના જણાવ્યા મુજબ, આ મંદિરનું નિર્માણ ૧૫ મી અથવા ૧૬ મી સદીમાં થયું હોવું જોઈએ. આ મંદિર જે સ્થળ હતું ત્યાં સદીઓ પહેલા ઘણા ગામો હતા. ૫૦૦ વર્ષ જૂનું નયગના બાયદેશ્વર પાસે મહાનાડી નજીક પદ્માવતી નદી છે જેમાં મંદિરના દ્વાર સ્પષ્ટ જોઈ શકાય છે.
આ સમાચાર આસપાસના વિસ્તારોમાં આગની જેમ ફેલાયા છે અને હવે દૂર-દૂરથી લોકો મંદિર જોવા માટે આવી રહ્યા છે. પુરાત¥વવિદોએ જણાવ્યું હતું કે મંદિરની રચના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે લગભગ ૫૦૦ વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે, આ મંદિર ગોપીનાથ (ભગવાન વિષ્ણુ) નું હતું પરંતુ ઘણા વર્ષો પહેલા ગામ લોકોએ તે મંદિરની પ્રતિમા લઈ લીધી અને તેને સાથે લઈ ગયા.
પુરાત¥વવિદ દીપકકુમાર નાયકના જણાવ્યા અનુસાર ૬૦ ફૂટ ભૂગર્ભમાં આ મંદિર છે, તેમની ટીમને જાણ કરવામાં આવી હતી કે હવે પદ્માવતી નદી છે, પહેલાં ત્યાં ઘણા ગામો હતા અને ઘણા મંદિરો હતા. જે મંદિર શોધી કાઢ્યું છે તે લગભગ ૬૦ ફૂટ ભૂગર્ભમાં છે, મંદિરની રચના જોતા લાગે છે કે તે ૧૫ મી કે ૧૬ મી સદીમાં બાંધવામાં આવ્યું હશે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, આ મંદિર જ્યાં મળ્યું છે તે સ્થળને સપ્તપણા તરીકે ઓળખવામાં આવે છે. પૂરમાં સાત ગામોનો નાશ થયો હતો, આ સ્થાન પર ત્યાં સાત ગામો એક સાથે હતા, જેના કારણે આ જગ્યાનું સપ્તપણા નામ હતું.
આ મંદિરમાં સાત ગામના લોકો ભગવાન ગોપીનાથની પૂજા કરતા હતા. પુરાત¥વવિદોના જણાવ્યા મુજબ આશરે દોઢસો વર્ષ પહેલા નદીમાં આવેલા પૂરના કારણે આખું ગામ પાણીની નીચે ડૂબી ગયું હતું. દીપક કુમાર કહે છે કે ૧૯ મી સદીમાં પૂર પહેલા ગામના લોકો મંદિરમાંથી મૂર્તિ કાઢીને ઊંચા સ્થળે લઈ ગયા હતા. હવે આ મંદિર અને આખું ગામ પાણી હેઠળ છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પદ્માવતીનદીના પાસે ગામની આસપાસ ૨૨ મંદિરો હતા. પણ નદીએ વહેણ બદલતા તે પાણીની નીચે ડૂબી ગયા હતા. ૧૫૦ વર્ષમાં પહેલીવાર, મંદિરનું મસ્તિક્ પાણીની અંદરથી દેખાયું. આ મોટી શોધખોળ બાદ પુરાત¥વવિદોની ટીમોએ નદીની આજુબાજુ પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ઐતિહાસિક વારસાના કાગળો એકઠા કરવાનું શરૂ કર્યું છે. ઇન્ટેકના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અનિલ ધીરે કહ્યું કે, આગામી વર્ષોમાં, ઘણા વધુ ઐતિહાસિક સ્મારકો મળી આવે તેવી સંભાવના છે.