ઓડી ઈન્ડિયાએ રજૂ કર્યું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ઓન વ્હીલ્સ ઓડી Q8
- ફ્લેગશીપ એસયુવીએ ભારતમાં ઓડી Q પરિવારમાં નવો ચહેરો ઉમેર્યો
- પરમેનન્ટ ક્વેટ્રો ઓલ વ્હીલ ડ્રાઈવ સાથેના સ્પોર્ટી ડાયનેમિક્સ
- રૂ. 1.33 કરોડથી વધુની કિંમતમાં ઉપલબ્ધ
અમદાવાદ તા. 17 જાન્યુઆરી 2020 : જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતીય બજારમાં તેનાં Q પરિવારમાં નવો ચહેરો-ઓડી Q8ની રજૂઆત કરી છે. ફોર ડોર લકઝરી કુપ અને વર્સેટાઈલ SUVનું સંમિશ્રણ એવી ઓડી Q8 શક્તિશાળી છતાં અસરકારક 3.0 TFSI એન્જિન અને પ્રતિકલાકનાં 0-100 કિમી માત્ર 5.9 સેકન્ડમાં ટોર્ક સાથે ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં તે રૂ. 1.33 કરોડ અને તેથી વધુની કિંમતમાં ઉપલબ્ધ છે.
ઓડી ઈન્ડિયાનાં અધ્યક્ષ શ્રી બલબિરસિંઘ ઢિલ્લોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ઓડી Q8ની રજૂઆત દ્વારા અમે એવા કારચાલકોને લક્ષ્ય બનાવી રહ્યાં છીએ, કે જેઓ પોતાની પર્સનાલિટી સાથે કારને મેચ કરવામાં ઈચ્છે છે. પ્રત્યેક ઓડી Q8ને મેઈડ ટુ ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવી છે, કે જેમાં કસ્ટમાઈઝેશન વિકલ્પોમાંથી પસંદગી કરવાની તક મળી છે અને દેશની પ્રત્યેક ઓડી Q8 એકબીજાથી અલગ દેખાઈ રહી છે. ઓડી Q8ની ભારતમાં આયાત કરવામાં આવશે અને માત્ર 200 યુનિટ્રસ જ ઓફર કરવામાં આવ્યા છે અમને વિશ્વાસ છે કે ઓડી Q8 ડ્રાઈવિંગનાં ચાહકોને આકર્ષિત કરશે.’
શ્રી ઢિલ્લોએ વધુમાં ઉમેર્યું કે, ‘અમે ઓડી Q8ની રજૂઆત દ્વારા નવા સેગમેન્ટમાં પ્રવેશી રહ્યા છીએ, પરંતુ તેની માર્ગદર્શિકાઓ એજ રહ્યા છે. તેમાં બોલ્ડ ડિઝાઈન, કટીંગ એજ ટેકનોલોજી અને એકસાઈટીંગ પરફોર્મન્સનો સમાવેશ થાય છે. 3.0L TFSI એન્જિન સાથે 48V માઈલ્ડ હાયબ્રિડ ટેકનોલોજી, પ્રોગેસીવ સ્ટીયરીંગ અને એર સસ્પેન્સર સાથેના ઓડી Q8 ડ્રાઈવ એક સંભારણું બની રહી છે.’