ઓડી ઈન્ડિયાએ લાઈફટાઈમ વેલ્યુ સર્વિસીસ રજૂ કરી
મૂલ્યવર્ધિત ગ્રાહક અનુભવ માટે વૈવિધ્યપૂર્ણ ‘સેગમેન્ટ ફર્સ્ટ સર્વિસ બેનિફીટસ’ની રજૂઆત
અમદાવાદ, જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ આજે ભારતીય બજારમાં સાત વર્ષની વિસ્તૃત વોરન્ટી સાથે ‘લાઈફ સ્ટાઈલ વેલ્યુ સર્વિસીસ’ની રજૂઆત કરી છે. આ ઉપરાંત 11 વર્ષ સુધીનાં ફ્લેકસીબલ સર્વિસ પ્લાન્સને પણ રજૂ કર્યા છે. ઓડી ઈન્ડિયાની પુન:ગઠિત વેચાણ પછીની વ્યુહરચનામાં ભાગરૂપે આ રજૂઆત કરવામાં આવી છે. અસંખ્ય ફાયદાઓ સાથેનાં આ પગલાંથી ગ્રાહકોને મુલ્યવર્ધિત સેવાઓનો લાભ મળશે.
આ પગલાં અંગે પ્રતિભાવ આપતાં ઓડી ઈન્ડિયાનાં અધ્યક્ષ શ્રી બલબીરસિંઘ ઢિલ્લોએ જણાવ્યું હતું કે, ‘અમારા ગ્રાહકો અમારી બ્રાન્ડનું હાર્દ છે. ઓડીમાં અમે અમારા ગ્રાહકો માટે મુલ્યવર્ધિતતા આપવા હંમેશા પ્રતિબધ્ધ છીએ. ‘લાઈફસ્ટાઈલ વેલ્યુ સર્વિસીસ’ દ્વારા અમે ઓડી ગ્રાહકોને બેસ્ટ ઈન કલાસ સર્વિસ બેનિફીટસ આપી રહ્યા છીએ.
જેમાં ટોપ અપ એફસ્ટેન્ડેડ વોરન્ટી અને ફ્લેકસીબલ સર્વિસ પ્લાન્સ જેવી ઓફરો મુખ્ય છે.’ શ્રી ઢિલ્લોએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ગ્રાહકો તેમની ડ્રાઈવિંગ જરૂરિયાતો પ્રમાણે વિવિધ ઓફરોમાંથી પસંદગી કરી શકે છે. આ ઉપરાંત અમે કારની ખરીદીનાં 11 વર્ષ સુધી રોડ સાઈડ આસિસસ્ટન્સ કવરેજ પણ પૂરી પાડીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ પગલાંઓથી અમારા ગ્રાહકો શ્રેષ્ઠ લકઝરી અને સર્વિસ સ્ટાન્ડર્ડસનો અનુભવ કરશે.’ ઓડી સર્વિસ પ્લાનને પણ પુન:ગઠિત કરવામાં આવ્યો છે. વધારામાં ગ્રાહકોને કાર પરચેઝનાં 20માં મહિના સુધી કોમ્પ્રીહેન્સીવ સર્વિસ પ્લાનની વૈકલ્પિકતા પણ આપવામાં આવી છે.