ઓઢવના ગુનેગારની જમીનમાં દાટેલી લાશ SOGએ શોધી કાઢી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદના ઓઢવ વિસ્તારના યમુનાનગર એસ.પી. રીંગરોડ ખાતે રહેતા આરોપી ચિંતન શાહની જમીનમાં દાટેલી લાશ ચીખલીના માણેકપોર ગામેથી ૪૦ દિવસ બાદ મળતા સનસનાટી મચી જવા પામી હતી. એસઓજીએ સમગ્ર તપાસ હાથ પર લીધી હતી. અને એક પછી એક કડીના તાર જાેડીને જમીનમાં દાટેલી લાશ બહાર કાઢી હતી. તો ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધવામાં આવી છે.
ચિંતન શાહ ગત જાન્યુઆરીથી પેરોલ પર છૂટ્યો હતો. પેરોલ પૂર્ણ થવા છતાં તે પોલીસ સમક્ષ હાજર થયો નહોતો. જેને લઈને અમદાવાદની એક કોર્ટે ચિંતન શાહ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરતા આ સમગ્ર બનાવની તપાસ એસઓજીને સોંપાઈ હતી. ડીસીપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહર અસઓજી પોલીસ સબઈન્સ્પેક્ટર યોગેશ શીરસાઠે તપાસ હાથ ધરી હતી.