ઓઢવમાં જ્વેલર્સના શો રૂમમાં ત્રાટકેલા લુંટારુઓના સીસીટીવી કુટેજ મળ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલે ઓઢવ અને સરસપુર વિસ્તારમાં લુંટારુઓએ ત્રાટકી સોના-ચાંદીના દાગીનાની લુંટ કરી છે જેમાં ઓઢવમાં જ્વેલર્સના શો રૂમમાં લુંટારુઓ ત્રાટક્યા હતાં બંદુકધારી લુંટારુઓએ જ્વેલર્સના શો રૂમમાં આંતક મચાવ્યો હતો અને સોના-ચાંદીના દાગીનાની લુંટ કરી હતી. જ્વેલર્સના શો રૂમમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે જેના પરથી પોલીસે મોડીરાત્રે આ તમામ કુટેજ મેળવી લીધા હતાં. કુટેજ તપાસના જ્વેલર્સના શો રૂમમાં કામ કરતો એક યુવક બંને લુંટારુઓનો પ્રતિકાર કરતો જાવા મળી રહયો છે પરંતુ લુંટારુઓએ તેને માર મારી ધામધમકી આપી હતી. સીસીટીવી કુટેજમાં બંને લુંટારુઓના મોઢા સ્પષ્ટપણે જાવા મળી રહયા છે.
અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે ગઈકાલ રાત્રે અમદાવાદ શહેરભરનું પોલીસતંત્ર ચોંકી ઉઠયું હતું આસપાસના બે વિસ્તારમાં લુંટની ઘટનાઓથી પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. સૌ પ્રથમ ઓઢવ વિસ્તારમાં જ્વેલર્સના શોરૂમમાં લુંટારુઓ ત્રાટક્યા હતા અને લુંટારુઓનો પ્રતિકાર કરવામાં આવતા લુંટારુઓએ કર્મચારીઓ તથા ઉપÂસ્થત લોકોને ડરાવવા એક રાઉન્ડ ફાયર પણ કર્યો હતો.
ગોળીબારના અવાજથી આસપાસના લોકો પણ ચોંકી ઉઠયા હતાં લુંટારુઓએ જ્વેલર્સના શો રૂમમાં આંતક મચાવ્યો હતો. જાકે કર્મચારીઓએ કરેલા પ્રતિકાર તથા ગોળીબારના અવાજથી આસપાસના લોકો સતર્ક બની ગયા હતાં જેના પગલે લુંટારુઓએ સોનાના દાગીના તથા રોકડ રકમની લુંટ કરી તાત્કાલિક ફરાર થઈ ગયા હતાં આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં અને આ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારીઓએ જ્વેલર્સના શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવી તેને ચેક કરતા લુંટારુઓ અંગેની મહત્વપૂર્ણ વિગતો જાણવા મળી હતી. સીસીટીવી કુટેજમાં ગ્રાહકના સ્વાંગમાં બંને લુંટારુઓ ફરતા જાવા મળી રહયા છે અને થોડા સમય બાદ જ લુંટારુઓએ પોતાના પાસેની રિવોલ્વર કાઢી ડરાવતા ધમકાવતા જાવા મળી રહયા છે. સીસીટીવી કુટેજમાં બંને લુંટારુઓના મોઢા જાવા મળી રહયા છે જેના પગલે પોલીસ અધિકારીઓએ આ સીસીટીવી કુટેજ મેળવી શહેરભરના પોલીસ સ્ટેશનોને મોકલી આપવામાં આવ્યા છે અને સવારથી જ આ બંને લુંટારુઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.