ઓઢવમાં ડોકટર ઉપર ફાયરિંગ કરનાર વિપુલ વ્યાસની ધરપકડ
અમદાવાદ, અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આજે સાંજે અજાણ્યા શખ્સોએ ડો. મુકેશ પ્રજાપતિ પર અચાનક જ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં ઓઢવ પોલીસે આરોપી વિપુલ વ્યાસની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણમાં સગર્ભા પત્નીના મોતનું મનદુઃખ રાખી આરોપીએ ડોકટર પર ફાયરીંગ કર્યું હોવાની વાત સામે આવી રહી છે.
પોલીસે આરોપી વિપુલ વ્યાસની ધરપકડ કરી તેની વિરૂધ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી ફાયરીંગ માટેની રિવોલ્વર કે પિસ્તોલ-કારતૂસ કયાંથી લાવ્યો હતો અને તેમાં તેને કોણે કોણે મદદગારી કરી તે સહિતના મુદ્દાઓની તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ગત ઓગસ્ટ-૨૦૧૮માં ડો.પ્રજાપતિની હોસ્પિટલમાં આરોપી વિપુલ વ્યાસની પત્ની રૂપલબહેનની ડિલીવરી માટે દાખલ કરાઇ હતી. સોનોગ્રાફી બાદ રૂપલબહેનનું સીઝેરીયન ઓપરેશન કરાયુ હતુ
પરંતુ તે દરમ્યાન રૂપલબહેનની તબિયત લથડી હતી અને સારવાર દરમ્યાન જ તેમનું કરૂણ મોત નીપજયુ હતુ. આ વાતનું મનદુઃખ રાખી વિપુલ વ્યાસે ડો.પ્રજાપતિ પર ફાયરીંગ કર્યું હોવાની વાત સામે આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, શહેરના ઓઢવના કરસનનગર પાસે પાણીની ટાંકી નજીક ગઇકાલે બે અજાણ્યા શખ્સોએ ડો. મુકેશ પ્રજાપતિ પર નજીકથી ફાયરીંગ કરી તેમની હત્યાને અંજામ આપવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
વ†ાલના આલોક બંગલોઝમાં રહેતા ડો.પ્રજાપતિ ગઇકાલે બપોરે ચેક ભરવા જતાં ઓઢવ વલ્લભનગર ખાતેની બેંકમાં જઇ રહ્યા હતા તે દરમ્યાન તેમની પર આ ફાયરીંગ થયું હતું. ધોળાદહાડે જાહેરમાં આ પ્રકારે એક ડોકટર પર ફાયરીંગ થતાં સ્થાનિક લોકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ફાયરીંગમાં ડો. મુકેશ પ્રજાપતિને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી.
ડો.પ્રજાપતિને અજાણ્યા શખ્સોએ એક જ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું, જેમાં તેમને હાથના ભાગે ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત ડોકટર પ્રજાપતિને તાત્કાલિક નજીકની હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિપુલ વ્યાસની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.