ઓઢવમાં પટ્રોલ પમ્પ પર લૂંટ: પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેયને ઝડપી લીધા
અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પમ્પ ઉપર યુપીના ટ્રક ડરાઇવરને લૂંટવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ માંથી એક લૂંટારુએ ચાકુ વડે ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે તુરંત કાર્યવાહી કરીને ત્રણેય લૂંટારૂઓને ઝડપી લીધા છે.
આ ઘટનાની વિગત એવી છે કે મૂળ ઉત્તરપ્રદેશના અમનખાન પઠાણ હાલમાં ઓઢવ સોનીની ચાલી નજીક રહે છે. અને ટ્રક ડરાઇવર છે. મંગળવારે રાત્રે તે પોતાના ક્લીનર રમઝાનખાન સાથે સોનીની ચાલી નજીક આવેલા ગુરુદ્વારા પેટ્રોલ પમ્પ ખાતે પેટ્રોલ ભરાવતા હતા ત્યારે તેમની ગાડી પાછળ ત્રણ ઈસમો ઝઘડો કરતા હતા.
જેમને અમનખાને ઝઘડો કરવાની ના પડતા ત્રણેય તેમની સાથે ઝઘડવા લાગ્યા હતા અને તેમના ખિસ્સામાથી મોબાઈલ અને રૂપિયાની લૂંટ કરી હતી તેમને છોડાવા રમઝાનખાન તથા આલમખાન વચ્ચે પડ્યા હતા.
ત્યારે એક શખ્સે ચાકુ લઇ ત્રણેય પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણેયને સામાન્ય ઇજા થઇ હતી. આ ઘટના બાદ બુમાબુમ થતા ત્રણેય લૂંટારુ ભાગી ગયા હતા. આ લૂંટની ફરિયાદ નોંધીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય ને ઝડપી લીધા હતા. ત્રણેય લૂંટારુ રોહિત વાઘેલા, નિખિલ વાઘેલા તથા મહીન ચાવડા હોવાનું ખુલ્યું છે.