Western Times News

Gujarati News

ઓઢવમાં પ્રેમપ્રકરણમાં પરીવાર પર હુમલો

હુમલાખોરો ઝડપાયા-પતિ,પત્ની તથા પુત્રી નાજુક અવસ્થામાં સારવાર હેઠળ

 

અમદાવાદ : ઓઢ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતાં કેટલાંક શખ્સોએ પરીવારનાં સભ્યો ઊપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં પતિ-પત્ની તથા પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં  હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના પ્રેમ પ્રકરણને કારણે બની હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.

ઓઢવ છોટાલાલની ચાલીમાં રહેતાં સુરેશભાઈ પટણીનાં દિકરાને નજીકમાં જ રહેતી એક યુવતી પસંદ આવી હતી. જે અંગે તેણે ઘરે વાત કરતાં સુરેશભાઈ પટણી યુવતીનાં પિતા મનોજભાઈ દંતાણીને મળ્યા હતા અને પુત્રનાં લગ્ન માટેની વાત કરી હતી. જા કે ત્રણ મહિના પહેલાં થયેલી આ મુલાકાતમાં મનોજભાઈએ અલગ સમાજ હોવાથી સંબંધ થઈ ન શકે તેમ જણાવ્યું હતું. તેમ છતાં સુરેશભાઈનાં પુત્રને યુવતી ગમતી હતી. આ અંગે બંને પરીવાર વચ્ચે ઝઘડો થયો હતો.

જેની અદાવત રાખી ગઈકાલે યુવતીનાં પિતા મનોજભાઈ, તેમનો પુત્ર પપ્પુ ઊપરાંત અન્ય કેટલાંક શખ્સો હાથમાં ખુલ્લી તલવારો જેવાં તિક્ષ્ણ હથિયારો રાખી સુરેશભાઈનાં ઘરમાં ઘુસી ગયા હતા અને હાજર સુરેશભાઈ, તેમનાં પત્ની મીનાબેન તથા પુત્રી પાયલબેનને ઊપરાછાપરી જીવલેણ ઘા માર્યા હતા.

આ ઘટનાને પગલે હોબાળો મચી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ ખુનની હોળી ખેલીને તમામ શખ્સો ફરાર થઈ ગયા હતાં.

આ ઘટના અંગે જાણ થતાં ઘાયલ તમામને એલ.જી. હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરો ત્રણેયની હાલત ખુબ નાજુક હોવાનું જણાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે ગણતરીના સમયમાં જ હુમલાખોર શખ્સોને હથિયારો સાથે ઝડપી લીધા હતા. અને હત્યાનાં પ્રયાસની કલમ ઊમેરી ફરીયાદ દાખલ કરી છે.  ઓઢવનાં પીઆઈ જાડેજાએ જણાવ્યું છે કે વધુ તપાસ ચાલી રહી છે. ઊપરાંત યુવતીનું નિવેદન લીધા બાદ સત્ય હકીકત સામે આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.